NATIONAL : જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું

0
24
meetarticle

પાકિસ્તાને ભારતમાં નાર્કોટિક્સ આતંકવાદ ચાલુ કર્યો છે. તેણે જમ્મુના સરહદી વિસ્તારોમાં ડ્રોનથી ં ફેંકેલુ ૬.૫ કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત ૪૦ કરોડ રૂપિયા થાય છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. 

જમ્મુના આર એસ પુરા વિસ્તારમાં બનેલા આ બનાવમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની ૧૬૫મી બટાલિયને અને બસપુર વિસ્તારમાં નઈ બસ્તી કરોખાના ગામની પોલીસેની કાર્યવાહીમાં ડ્રોને સરહદ પર આવલા ખેતરમાં છોડેલો હેરોઇનનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 

પોલીસને ૧૩ અને ૧૪ ફેબુ્રઆરીના રોજ શંકાસ્પદ ડ્રોન હિલચાલની માહિતી મળી હતી, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. તેના પગલે પોલીસે બીએસએફની ટુકડી સાથે મળીને સઘન તપાસ શરુ કરી હતી. તેમા ખેતરમાં પીળા રંગના બે પેકેટ મળી આવ્યા હતા, આ પેકેટ હેરોઇનના હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા. તેમની આ જપતીને માદક પદાર્થો પકડવાની સૌથી સફળ કાર્યવાહીમાં એક માનવામાં આવે છે. આના પગલે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોપેટ્રિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here