BREAKING NEWS : સુરતના લસકાણામાં કાળમુખી ટ્રકે મોપેડને હડફેટે લીધી, એકનું મોત બે લોકો ઈજાગ્રસ્ત

0
6
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સુરતના લસકાણા વિસ્તારમાં રવિવારે (15મી ફેબ્રુઆરી) ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગઢપુર વાય જંકશન નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે મોપેડ પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 72 વર્ષીય વૃદ્ધાનું તેમના જ ભાઈની નજર સામે મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

અજાણ્યા ટ્રકચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી

મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના મહુવા તાલુકાના લોંગડી ગામના વતની અને હાલ સુરતના નાના વરાછામાં રહેતા 68 વર્ષીય મનુભાઈ સવાણી તેમના 6 વર્ષીય પૌત્ર હિયાન સાથે મોપેડ પર તેમની 72 વર્ષીય બહેન સરોજબેન પટેલને મળવા ગયા હતા. બહેનને મળીને જ્યારે મનુભાઈ તેમની બહેન અને પૌત્રને મોપેડ પર બેસાડી પરત ફરી રહ્યા હતા, ત્યારે ગઢપુર વાય જંકશન પાસે શિવાંત હાઈટ્સ સામે પાછળથી આવતા એક અજાણ્યા ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર વાગતા જ ત્રણેય વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા, જેમાં સરોજબેન ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર અન્ય મહિલાઓએ ભારે હિંમત બતાવી હતી. લોહીલુહાણ હાલતમાં પડેલા સરોજબેનને મહિલાઓએ પોતાની ઓઢણીની ઝોળી બનાવી ઉચક્યા હતા અને ખાનગી કારમાં હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ આવી પહોંચતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર ટ્રક ચાલક 

અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. મનુભાઈ સવાણીની ફરિયાદના આધારે પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ટ્રક નંબરના આધારે ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here