NATIONAL : જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ બદલ 8000 એકાઉન્ટ ફ્રીઝ

0
19
meetarticle

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ રાજ્યમાં તિવ્ર ગતિએ ફેલાઈ રહેલા ‘મ્યૂલ એકાઉન્ટ’ નેટવર્કનો ઘટસ્ફોટ કર્યો છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ ખાતા મારફત અલગતાવાદીઓ અથવા દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાને નાણાં મોકલવામાં આવતા હતા. કેટલાક રિપોર્ટ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ ૮,૦૦૦થી વધુ મ્યુલ ખાતાની ઓળખ કરી તેને ફ્રિઝ કરવામાં આવ્યા છે.તપાસ એજન્સીઓએ જણાવ્યું કે, આ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ગુનાની શ્રેણીમાં સૌથી નબળો પરંતુ ખૂબ જ જરૂરી ભાગ છે. આ પ્રકારના ખાતા વિના ગુનેગારો માટે સાયબર છેતરપિંડીથી પડાવાયેલા નાણાંને ક્રિપ્ટોકરન્સી જેવી ડિજિટલ સંપત્તિમાં બદલવા મુશ્કેલ થઈ જાય છે. આ પ્રકારના મ્યુલ એકાઉન્ટ વૈશ્વિક સાયબર કૌભાંડના નેટવર્કની નાણાકીય કરોડરજ્જૂ સમાન છે.

મ્યુલ ખાતાના વધતા જોખમોને જોતા કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય એન્ફોર્સમેન્ટ એજન્સીઓને બેન્કો સાથે મળીને મ્યૂલ ખાતાઓને રોકવાનો આદેશ આપ્યો છે. સુરક્ષા એજન્સીઓએ મની લોન્ડરિંગના અત્યાધુનિક નેટવર્કને ખુલ્લુ પાડયું છે.

સુરક્ષા એજન્સીઓએ ‘મ્યુલર’ તરીકે ઓળખાતા વચેટીયાઓની પણ શોધ કરી રહી છે. આ મ્યુલર સાયબર ફ્રોડની શ્રેણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એનઆઈએએ ૨૦૧૭માં જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદે ફન્ડિંગ પર કડકાઈ શરૂ કરી ત્યારે દેશ વિરોધી તત્વોએ પારંપરિક રીતો બદલીને હવે કથિત રીતે ‘ડિજિટલ હવાલા’ સિસ્ટમ અપનાવી છે.ડિજિટલ હવાલાની આ નવી રીતમાં નવા મોડેલમાં મ્યૂલ એકાઉન્ટધારકો અને મ્યૂલરોને મળતું કમિશન સામાન્ય લોકોને મ્યુલ એકાઉન્ટના નેટવર્કનો ભાગ બનવા આકર્ષે છે. 

મ્યુલ એકાઉન્ટધારકો એવા સામાન્ય લોકો હોય છે, જેમને ઝડપી કમાણીની લાલચ અને ખૂબ જ ઓછું જોખમ હોવાનો વિશ્વાસ કરાવાય છે. આથી તેઓ પોતાના ખાતાની બધી જ વિગતો મ્યુલરને આપી દે છે. આ રીતે મ્યુલ ખાતાનો અસ્થાયીરૂપે પાર્કિંગ એકાઉન્ટની જેમ ઉપયોગ કરવામાં આવે છે.

આ મ્યૂલ એકાઉન્ટમાં મૂળ ખાતાધારક સીધી રીતે સાયબર ગુનામાં સંડોવાયેલ નથી હતો. પરંતુ નાણાં સગેવગે કરવા માટે આ ખાતાનો ઉપયોગ થાય છે. આ બાબતે સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે, મની લોન્ડરિંગ માટે મ્યુલ ખાતાનો ઉપયોગ થાય એટલે મૂળ ખાતાધારકની આ ગુનામાં સંડોવણી જ ગણી શકાય. તપાસમાં સામે આવ્યું છે કે ચીન, મલેશિયા, મ્યાંમાર અને કંબોડિયા જેવા દેશોમાંથી સાયબર ગુનેગારો જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને ક્રિપ્ટોકરન્સી વોલેટ બનાવવાનો નિર્દેશ આપી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here