અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27 ઐતિહાસિક રહ્યું છે. આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટૅક્નોલૉજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

ગુજરાત બજેટ 2026 ની મોટી જાહેરાત
(1) નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તથા 50 નવા ધન્વંતરિ આરોગ્ય રથ શરૂ કરાશે, 260 કરોડ રૂપિયાની જોગવાઈ
(2) પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના માટે 3472 કરોડ રૂપિયાની જોગવાઈ
(3) 68 લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો (નાના ફૉન્ટ)
(4) ગુજરાતમાં નવી 2 હજાર આંગણવાડીઓના નિર્માણ તથા વર્તમાન આંગણવાડીના માળખામાં વધારા માટે 360 કરોડ રૂપિયાની જોગવાઈ (5) ગુજરાતમાં 3.15 લાખ ઘર બનાવવા મટે 4272 કરોડ રૂપિયાની જોગવાઈ
(6) PM આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, હળપતિ આવાસ યોજના હેઠળ ઘર બનાવાશે
(7) SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા અઢી લાખ રૂપિયાથી વધારી રૂ. 6 લાખ કરવાની જાહેરાત
(8) VB-G RAM G યોજના માટે 1500 કરોડ રૂપિયાની જાહેરાત
(9) ગુજરાત બજેટ 2026માં શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વની જાહેરાત
શિષ્યવૃત્તિમાં વધારો: પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે કુમાર વિદ્યાર્થીઓની વાર્ષિક આવક મર્યાદા ₹2,50,000થી વધારીને ₹6,00,000
છાત્રાલય સહાય: આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયોના વિદ્યાર્થીઓની માસિક સહાય ₹2,160થી વધારીને ₹2,500
નવી સ્કૂલો: રાજ્યમાં વધુ 926 PM-SHRI સ્કૂલો અને બાલવાટિકાથી ધો. 10 સુધીની ‘સંકલિત શાળાઓ’ પણ શરુ કરાશે. નમો સેન્ટ્રલ લાઇબ્રેરી: ગાંધીનગરમાં અત્યાધુનિક ડિજિટલ લાઇબ્રેરી અને આદિજાતિ વિસ્તારોના 15 તાલુકામાં ‘ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી’ બનાવાશે
(10) અમદાવાદને ઓલિમ્પિક રેડી સીટી તથા કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડ રૂપિયાની જોગવાઈ
સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જાહેર પરિવહન સુવિધાઓ વિકસાવાશે
Gujarat Budget : અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા મોટી જાહેરાત, ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે બનશે લાયબ્રેરી
મા યોજનામાં 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કર્યો’
ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે. ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)’ યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લઈ ચૂક્યા છે. આ યોજના માટે ₹3472 કરોડ ફાળવવામાં આવ્યા છે.
‘નવી 2,000 આંગણવાડીઓ બનાવવા ₹360 કરોડ’
રાજ્ય સરકાર દ્વારા 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરવા ઉપરાંત નવી બે હજાર આંગણવાડીઓનાં નિર્માણ માટે 360 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
‘75 લાખથી વધારે કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ’
નાગરિકોની અન્નસુરક્ષાના અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના આશરે 75 લાખથી વધારે કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે.
3 લાખ 15 હજારથી વધારે આવાસો બનાવાશે’
એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી ‘ઘર સૌના માટે’નો સંકલ્પ લીધો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધારે આવાસો માટે ₹4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

