GUJARAT : ગાંધીનગર ખાતે પોલીસ વિભાગ દ્વારા રૂ. ૨૭૩ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ-ખાતમૂર્હત

0
17
meetarticle

ગાંધીનગરના ઇન્ફોસીટી વિસ્તારમાં રૂ. ૧૪.૧૭ કરોડના ખર્ચે એક અર્બન પોલીસ સ્ટેશન અને કક્ષા બીના ૩૬ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. કુલ ૨૮૭૬.૯૦૬ ચો.મી. પ્લોટ એરીયામાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં ૪૩ કાર માટે પાર્કિંગ, રેન વોટર હારવેસ્ટીંગ, સોલર રૂફ ટોપ અને ફાયર ફાઇટીંગ સીસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે.

પોલીસ હેડ ક્વાર્ટર, સેક્ટર-૨૭ ખાતે આધુનિક રહેણાંક સુવિધા

સેક્ટર-૨૭ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ સ્ટાફ માટે રૂ. ૮૯.૦૭ કરોડના ખર્ચે કક્ષા બીના ૨૮૦ નવા આવાસો બનાવવામાં આવશે. આ સંકુલમાં બેઝમેન્ટ પાર્કિંગ, ઓપન જીમ, ચીલ્ડ્રન પ્લે એરીયા, સોલર પેનલ અને દરેક બ્લોક દીઠ ૨ લિફ્ટ જેવી સુવિધાઓ આપવામાં આવશે.

સી.પી.સી કેન્ટીન અને જીમ્નેશીયમનું લોકાર્પણ

પોલીસ જવાનોના કલ્યાણ માટે સેક્ટર-૨૭ ખાતે રૂ. ૨.૨૩ કરોડના ખર્ચે ૧,૩૨૦ ચો.મી.ના પ્લોટ એરીયામાં સી.પી.સી. કેન્ટીન અને જીમ્નેશીયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીન, મિલ્ક પાર્લર, વેજીટેબલ શોપ અને જનરલ સ્ટોર હશે, જ્યારે પ્રથમ માળ પર આધુનિક જીમ્નેશીયમ હોલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનું આજે નાયબ મુખ્યમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભાદરોડા ખાતે જેલ સંકુલનો વિકાસ

ભાદરોડા ખાતે રૂ ૧૫૮.૫૮ કરોડના ખર્ચે એક વિશાળ જેલ સંકુલ તૈયાર કરવામાં આવશે. જેમાં જીલ્લા જેલ, હાઇસીક્યુરીટી જેલ અને ઓપન જેલનો સમાવેશ થાય છે. જીલ્લા જેલમાં ૫૬૦ કેદીઓની ક્ષમતા સાથે લાયબ્રેરી, હોસ્પિટલ અને વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર જેવી સુવિધાઓ તથા ૪૦૪ કેદીઓ માટેની હાઇસીક્યુરીટી જેલમાં વિડીયો કોર્ટ રૂમ અને સ્ટડી સેન્ટરની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત ૧૨૦ કેદીઓની ક્ષમતા ધરાવતી ઓપન જેલમાં કલ્ચર હોલ, ઓડીટોરીયમ અને કાઉ શેડ જેવી વિશિષ્ટ સુવિધાઓ હશે.

આ સમગ્ર સંકુલમાં સ્ટાફ માટે કુલ ૧૨૭ રહેણાંકી આવાસો પણ બનાવવામાં આવશે.

REPOTER : ઋચા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here