GUJARAT : સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ

0
114
meetarticle

સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલા વીજ લોસને ડામવા માટે પીજીવીસીએલ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૮ એસઆરપી જવાનો અને ૩૧ પોલીસ ટીમોના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ વિભાગના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું,

ચેકિંગ દરમિયાન જિલ્લાના ચુલી, ગાળા, સોલડી, જૈનાબાદ અને મીઠાઘોડા સહિતના ૧૨ ગામોમાં દરોડા પાડયા હતા. આ મેગા ડ્રાઈવ દરમિયાન કુલ ૮૦૫ વીજ કનેક્શનોની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં ૧૨૩ જોડાણોમાં સીધી વીજચોરી કે ગેરરીતિ માલૂમ પડી હતી.

આ કાર્યવાહી દરમિયાન પીજીવીસીએલ દ્વારા કુલ રૂ.૪૫.૭૭ લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. વિભાગે વીજચોરી કરતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. એકસાથે આટલા મોટા કાફલા સાથે વીજ વિભાગની ટીમો ગામડાઓમાં ત્રાટકતા વીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવાના સંકેત તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here