WORLD : રશિયાનો યુક્રેન પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો

0
17
meetarticle

રશિયાએ યુક્રેન પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો છે જેના કારણે કીવમાં એક વ્યકિતનું મોત થયું છે તેમ યુક્રેનની ઇમરજન્સી સેવાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

યુક્રેન ઇમરજન્સી ેસર્વિસે જણાવ્યું હતું કે એક બાળક સહિત વધુ આઠ લોકોને ધરાશયી થયેલી ઇમારતોના કાટમાળની નીચેથી બચાવવામાં આવ્યા હતાં.

આ હુમલાને કારણે કીવનાં બાહ્ય વિસ્તારોનાં પાંચ જિલ્લાઓમાં નુકસાન થયું હતું અને આગ લાગી હતી. ફાસ્ટિવ જિલ્લાનાં પુત્રિવકા ગામમાં ઇમરજન્સી ફર્સ્ટ રિસ્પોન્ડર્સે  કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવાનું કાર્ય કર્યુ હતું.

ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેનનાં દક્ષિણ ઓડેસા વિસ્તારમાં  એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપર પણ હુમલો કર્યો હતો જેના કારણે ભીષણ આગ લાગી હતી

.છેલ્લા ચાર વર્ષોમાં જ્યારથી રશિયાએ પોતાના પાડોશી દેશ પર હુમલા કરવાનું શરૃ કર્યુ છે ત્યારથી યુક્રેન નાગરિકોને સતત હવાઇ હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

યુક્રેનનાં એરફોર્સનાં જણાવ્યા અનુસાર રશિયાએ સમગ્ર રાત કરેલા હુમલાઓમાં  ૨૯૭ ડ્રોન અને અલગ અલગ પ્રકારની ૫૦ મિસાઇલો છોડી હતી. જેમાંથી ૨૭૪ ડ્રોન અને ૩૩ મિસાઇલ તોડી પાડવામાં આવી હતી.

બીજી તરફ યુક્રેને કરેલા હુમલાઓને પગલે સાવચેતીના ભાગરૃપે મોસ્કોના તમામ ચાર ઇન્ટરનેશનલ એરપોર્ટ આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. રશિયાએ દાવો કર્યો છે કે તેના એર ડિફેન્સ ફોર્સિસે યુક્રેનનાં ૧૧ ડ્રોન તોડી પાડયા છે.

રશિયાની નાગરિક ઉડ્ડયન એજન્સી રોસાવિયાત્સિયાએ એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું હતું કે દોમોદેદેવો, વનુકોવો, ઝુકોવસ્કી અને શેરેમેતયેવો આ તમામ ચાર ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here