WORLD : ટ્રમ્પની ટેરિફ વસૂલી પર આવતીકાલથી લાગશે બ્રેક, US સુપ્રીમ કોર્ટે ગણાવ્યો હતો ગેરકાયદે

0
5
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મહત્ત્વાકાંક્ષી ‘રેસિપ્રોકલ ટેરિફ’ પ્લાનને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાનૂની જાહેર કરતા વૈશ્વિક વ્યાપાર જગતમાં મોટી હલચલ મચી ગઈ છે. અદાલતના આ ચુકાદા બાદ અમેરિકા હવે મંગળવારથી વધારાના ટેરિફની વસૂલાત રોકવા જઈ રહ્યું છે. અમેરિકન સીમા શુલ્ક અને સીમા સુરક્ષા વિભાગે જાહેરાત કરી છે કે, 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર એક્ટ(IEEPA) હેઠળ લેવામાં આવતો ટેરિફ મંગળવારે રાત્રે 12:01 વાગ્યાથી બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણયથી આયાતકારોને મોટી રાહત મળશે, કારણ કે તેમના કાર્ગો સિસ્ટમમાં રહેલા ડ્યુટી કોડ હવે ડીએક્ટીવ કરી દેવાશે.

સુપ્રીમ કોર્ટે 6-3 ના વોટથી ટ્રમ્પના ટેરિફને ગેરબંધારણીય ઠેરવ્યો

સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતી ફેંસલામાં સ્પષ્ટ કર્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે IEEPAનો હવાલો આપીને વ્યાપક ટેરિફ લાદીને પોતાના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, આ આદેશ માત્ર IEEPA હેઠળ લાદવામાં આવેલા ટેરિફ પર જ લાગુ થશે, જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા(કલમ 232) અને અનુચિત વ્યાપાર કાયદા(કલમ 301) હેઠળ લાદવામાં આવેલા અન્ય ટેરિફ યથાવત રહેશે. કોર્ટના આ નિર્ણયથી ટ્રમ્પના વ્યાપાર એજન્ડાને મોટો ફટકો પડ્યો છે.

175 અબજ ડોલરના રિફંડનો ખતરો

આ આર્થિક નિર્ણયનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે, અર્થશાસ્ત્રીઓના મતે આ ચુકાદાને કારણે અમેરિકાને 175 અબજ ડોલરથી વધુની ટેરિફ આવક ગુમાવવી પડી શકે છે અથવા તેને રિફંડ કરવી પડી શકે છે. ગેરકાનૂની જાહેર કરાયેલા આ ટેરિફથી અમેરિકાને દરરોજ અંદાજે 500 મિલિયન ડોલરની કમાણી થતી હતી.

ટ્રમ્પનો નવો દાવ: 15% ગ્લોબલ ટેરિફ

સુપ્રીમ કોર્ટના આંચકા બાદ તુરંત જ ડોનાલ્ડ ટ્રમ્પે કલમ 122નો ઉપયોગ કરીને એક નવો દાવ રમ્યો છે. તેમણે તમામ દેશોમાંથી આવતા સામાન પર 10% ગ્લોબલ ટેરિફ લગાવી દીધો છે, જેને બાદમાં વધારીને 15% કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે કલમ 122 હેઠળ મહત્તમ 15% ટેરિફ માત્ર 150 દિવસ માટે જ લાગુ કરી શકાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here