RAJKOT : ઘરે બેઠા પૈસા કમાવાની લાલચમાં બોડકાના યુવાને 24.78 લાખ ગુમાવ્યા

0
17
meetarticle

 માણાવદર તાલુકાના બોડકા સ્વામિનામાં રહેતા યુવાનને ઘરેબેઠા પૈસા કમાવવાની લાલચ આપી ગઠીયાઓએ તેની પાસેથી 24.78 લાખ રૂપીયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. શરૂઆતમાં એપ પર ર૪ હજાર ડોલર જોવા મળ્યા હતા પરંતુ તે વિડ્રો કરાવવા માટે વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી ત્યારે યુવકને છેતરાયાની જાણ થઈ હતી. આ મામલે તેણે રેન્જ સાયબર પોલીસને અરજી આપી હતી જેના આધારે આજે સાયબર પોલીસે અજાણ્યા ગઠીયાઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બોડકા સ્વામિનામાં રહેતો અને ખેતીકામ કરતો કિશોર લખમણભાઈ પરમાર(ઉ.વ. 45) ઓનલાઈન ડેટીંગ ચેટ એપ્લીકેશનનો ઉપયોગ કરતો હતો. તેના પર ચંદીગઢ તથા કોલકતાની અમીશા અરોરા, સાક્ષી સાથે હિન્દીમાં મેસેજ દ્વારા વાત કરતો હતો. ગત તા.27-11-2024 ના તેના ઘરે હતો ત્યારે વ્હોટસએપ પર ફોન આવ્યો હતો જેમાં અમીશા અરોરાએ ઘરે બેઠા રૂપીયા કમાવવા માટે ટીકેટી એપ ડાઉનલોડ કરાવી હતી અને ‘તેમાં 42,000 રૂપીયા જમા કરો તે ડોલરમાં રૂપાંતર થશે અને તમારો નફો વધતો જશે’ તેમ કહ્યું હતું. કિશોરને અમીશા તેની સાથે ડેટીંગ ચેટમાં વાત કરતી હોવાથી વિશ્વાસ આવી ગયો હતો. તેણે ગુગલ પરથી આ એપ્લીકેશન ડાઉનલોડ કરી પૈસા જમા કરાવ્યા હતા. તે રકમ તેના આઈડી પર ડોલરમાં બતાવતી હતી. સારો એવો પ્રોફીટ વધતો હોવાથી અજાણ્યા શખ્સે ફોન કરી વધુ નાણાં રોકાણ કરવાથી વધુ પ્રોફીટ મળશે એવી લાલચ આપી હતી. આઈડી પર પ્રોફીટની રકમ વધતી હોવાથી કિશોર પરમારે વિશ્વાસમાં આવી જઈ તેના બેંક ખાતામાંથી તા.1-12-2024 થી તા.22-4-2025  સુધીમાં અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 24.78 લાખ રૂપીયા જમા કરાવ્યા હતા. આ એપ પર આ રકમ 24,000 ડોલર એટલે કે ભારતીય ચલણમાં 2.40 કરોડ થતી હતી. આ રકમ ઉપાડવા માટે જણાવતા ગઠીયાઓએ નફાના પ્રોફીટ ટેક્ષ પેટે વધુ રકમ ભરવા માટે કહ્યું હતું. કિશોર પરમારે તેની રીતે તપાસ કરતા તેને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી. આ અંગે તેણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો તેમજ જૂનાગઢ રેન્જ સાયબર પોલીસને લેખીત અરજી આપી હતી. આજે રેન્જ સાયબર પોલીસે 24.78 લાખની છેતરપિંડી અંગે અજાણ્યા ગઠીયાઓ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આમ, યુવાને ઘરેબેઠા પૈસા કમાવવાની લાલચમાં જે રકમ હતી તે પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here