નરોડા પોલીસે બ્યુટી પાર્લરમાં જઇને મહિલાઓને વાતમાં ભોળવીને રૃપિયા પડાવતી મહિલા ગેંગને પકડી પાડી હતી. જેમાં બ્યુટી પાર્લરમાં જઇને માતાજી આવે છે દુખ દૂર કરી આપીશું કહીને ધૂણીને ધાર્મિક વિધી કરવાના બહાને મહિલાઓ પાસેથી રૃપિયા તથા દાગીના પડાવતી હતી. તાજેતરમાં નરોડાના બ્યુટી પાર્લરમાં જઇ હતી અને મહિલા પાસેથી રોકડ તથા દાગીના મળી કુલ રૃા. ૮૫ હજાર પડાવ્યા હતા. મહિલાઓ પાસેથી પોલીસે રૃા. ૧.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નરોડા બ્યુટી પાર્લરમાં જઇ દિકરીઓને લગ્ન છે તૈયાર કરવાનો ભાવ પૂછી રૃા. ૮૫ હજારની ચોરી કરી ઃદહેગામ, પાલનપુર, છાપી,પાટણ સહિત ૧૧ ગુના આચર્યા
નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ લોકેશન આધારે દહેગામ તાલુકાના બે મહિલાની ધરપકડ કરી અને મહેમદાવાદના હળદર ગામના સોની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બે દિવસ પહેલા નરોડા ખાતે પાયલનગરમાં એક બ્યુટી પાર્લરમાં આ બન્ને મહિલાઓ ગઇ હતી અને પોતાની દિકરીઓને લગ્ન માટે તૈયાર કરવા માટે રૃપિયા કેટલા થશે તેમ કહીને મહિલાની નજર ચૂકવીને રોકડ અને દાગીના સહિત કુલ રૃા. ૮૫ હજારની ચોરી કરી હતી.એટલું જ નહી બાનાસકાંઠામાં પાલનપુર, પાટણ તથા છાપી પોલીસ સ્ટેશન વિસ્તાર સહિત કુલ ૧૧ ગુના આચર્યા હતા. બનાસકાંઠામાં એક વ્યુટી પાર્લરમાં જઇને માતાજી આવે છે દુખ દૂર કરી આપીશું કહીને ધૂણીને ધાર્મિક વિધી કરવાના બહાને મહિલાઓ પાસેથી રૃપિયા તથા દાગીના પડાવ્યા હતા પોલીસે મહિલાએ વેચેલા દાગીનનો રૃા.૧,૭૭,૩૦૦નો મુદ્દામાલ સોની પાસેથી મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

