BOLLYWOOD : ઉદયપુરમાં ભવ્ય લગ્ન બાદ શાળાઓને સહાય, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ઉમદા પહેલ

0
17
meetarticle

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ 26 ફેબ્રુઆરીના રોજ વિજય દેવરકોંડા સાથે લગ્ન કર્યા. વિજય અને રશ્મિકાના લગ્ન રાષ્ટ્રીય સ્તરે રસપ્રદ વિષય બન્યો છે. વિજય અને રશ્મિકા છેલ્લા કેટલાક સમયથી સમાચારોની હેડલાઈન બન્યા છે. હાલના સમયમાં ‘વિરોશ’ સૌથી વધુ ચર્ચિત સેલિબ્રિટી છે. લગ્ન બાદ વિજય અને રશ્મિકાએ તિરુપતિ મંદિરમાં બાલાજી ભગવાનના આર્શિવાદ લીધા. ત્યારબાદ પોતાના વતનની મુલાકાત લીધી હતી. વિજયના વતનમાં બંનેનું ભવ્ય સ્વાગત કરાયું. પોતાના વતનની મુલાકાત દરમિયાન વિજય અને રશ્મિકાએ તેલંગાણાની શાળાઓને લઈને મોટી જાહેરાત કરી.

‘વિરોશ’ની સામાજીક, પારંપરિક રીતે પ્રશંસનીય પહેલ

લગ્નગ્રંથિથી જોડાયેલા દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય કલાકાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના હાલમાં પોતાની સામાજિક જવાબદારીને લઈને ચર્ચામાં છે. 26 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં તેલુગુ અને કોડાવ (કુર્ગી) રિવાજો મુજબ લગ્ન કર્યા. જયારે હાલમાં આ દંપતી ફરી ચર્ચામાં છે. વિજય અને રશ્મિકાએ તેલંગાણાના વિદ્યાર્થીઓ માટે એક અત્યંત પ્રશંસનીય જાહેરાત કરી છે. રિત રિવાજ પ્રમાણે લગ્ન, મંદિરની મુલાકાત પછી વતનમાં શાળાઓ માટે ઉમદા પહેલ. દંપતીની આ પહેલ ભારતીય સંસ્કૃતિ અને તેમનામાં રહેલ પારિવારિક મૂલ્યો અને શિક્ષણ પ્રત્યે જાગૃકતા બતાવે છે.

વિજય-રશ્મિકાની શિક્ષણ માટે ઉમદા પહેલ

પોતાના વતન ગામની મુલાકાત દરમિયાન વિજય દેવરકોંડાએ જાહેર કર્યું કે તેમનું NGO, ‘દેવેરાકોંડા ચેરિટેબલ ટ્રસ્ટ’, તેલંગાણાની 44 સરકારી શાળાઓને દત્તક લઈ વિદ્યાર્થીઓને સહાય કરશે. ‘વિરોશ’ની આ ઉમદા પહેલ વિદ્યાર્થીઓને મદદરૂપ બનશે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારીમાં મદદ કરવી અને શિક્ષણ અધવચ્ચે ના છોડે તેવો તેમનો આશય છે. વિજયે તેલુગુમાં વાતચીત કરતા જણાવ્યું હતું કે તે પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવા માંગે છે અને ભવિષ્યમાં પણ આવી સેવાઓ ચાલુ રાખશે.

4 માર્ચે વિજય-રશ્મિકાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન

લોકપ્રિય અભિનેતા વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાએ સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે 4 માર્ચે હૈદરાબાદમાં યોજાનાર તેમના લગ્નનું રિસેપ્શન ફક્ત આમંત્રિતોને જ આપવામાં આવશે. સલામતીને પ્રાથમિકતા આપવામાં આવશે. પોલીસ ભલામણોના આધારે, ભીડ, ટ્રાફિકમાં ખલેલ અને સુરક્ષા પડકારોને રોકવા માટે મહેમાનોની યાદીમાં વધુ ઘટાડો કરાયો હતો. દંપતીએ પુષ્ટિ આપી હતી કે આ અંતિમ નિર્ણય કાયદા અમલીકરણ અધિકારીઓ, ઇવેન્ટ આયોજકો અને બંને પરિવારો દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here