BUSINESS : મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો

0
24
meetarticle

 ભારતના ઉત્પાદન ક્ષેત્રે ફેબ્રુઆરીમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતાં  મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) વધીને ૫૬.૯ પર પહોંચ્યો હતો, જે ચાર મહિનાનો ઉચ્ચતમ સ્તર છે. જાન્યુઆરીમાં તે ૫૫.૪ હતો. ૫૦ થી ઉપરનો આંક પ્રવૃત્તિમાં વિસ્તરણ સૂચવે છે.

આ સર્વે એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. ફેબુ્રઆરી માટેનો અંતિમ ડેટા ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારો દર્શાવે છે. મજબૂત સ્થાનિક ઓર્ડરને કારણે સતત બીજા મહિનામાં ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વિસ્તરણ થયું છે.ઓક્ટોબર પછી નવા ઓર્ડર સૌથી ઝડપી ગતિએ વધ્યા છે. કંપનીઓએ આ વધારા માટે કાર્યક્ષમતામાં સુધારો, મજબૂત માંગ અને ટેકનોલોજીકલ રોકાણને જવાબદાર ગણાવ્યું હતું.

ઘરેલુ બજાર મજબૂત રહ્યું હોવા છતાં, નવા નિકાસ ઓર્ડરનો વિકાસ દર ૧૭ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. જે સૂચવે છે કે વૈશ્વિક માંગ દબાણ હેઠળ છે. યુએસ ટેરિફ નીતિઓ અંગે અનિશ્ચિતતા યથાવત છે. તાજેતરમાં, ભારત પર યુએસ ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યા હતા, છતાં નિકાસ વૃદ્ધિમાં વધારો થયો નથી.

બજાર નિષ્ણાતો માને છે કે નબળી બાહ્ય માંગને કારણે રોજગાર સર્જનની ગતિ મર્યાદિત હોઈ શકે છે. ઇનપુટ ખર્ચમાં વધારાનો દર સ્થિર રહ્યો છે, પરંતુ કંપનીઓએ ચાર મહિનામાં સૌથી ઝડપી દરે તેમના ઉત્પાદનોના વેચાણ ભાવમાં વધારો કર્યો છે. મજબૂત માંગને કારણે, તેઓ વધેલા ખર્ચ ગ્રાહકોને પસાર કરવામાં સક્ષમ રહ્યા હતા.

રોજગાર સૂચકાંક ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો, પરંતુ વૃદ્ધિ મર્યાદિત હતી. ફક્ત ૪ ટકા કંપનીઓએ નવી ભરતી કરી છે.ફેબુ્રઆરી PMI ડેટા સૂચવે છે કે ભારતીય અર્થતંત્ર વર્તમાન ક્વાર્ટરમાં સ્થિતિસ્થાપક રહી શકે છે. વ્યાપાર વિશ્વાસ પણ ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે, જે આગળ જતા રોકાણ અને ઉત્પાદન પ્રવૃત્તિને ટેકો આપી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here