VADODARA : SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે

0
13
meetarticle

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં ઇજાગ્રસ્ત સાથે આવતા પરિવારજનો પૈકી માત્ર એક વ્યક્તિને જ ઇજાગ્રસ્ત સાથે જવા દેવા સાથે તેની પાસે પાન પડીકી કે પછી ગુટકા નથી ને? એ અંગે સિક્યુરિટી ગાર્ડ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાયું છે. આ અંગે આરએમઓ દ્વારા મૌખિક સૂચના અપાઈ હોવાનું સિક્યુરિટી ગાર્ડ દ્વારા જાણવા મળ્યું હતું. 

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં રાજસ્થાન સહિત મધ્યપ્રદેશ તથા અન્ય પ્રાંતના દર્દીઓ સારવાર માટે આવે છે. તાત્કાલિક વિભાગમાં આવતા આવા દર્દીઓ સાથે પરિવારજનો પણ હોય છે. જેથી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં ભારે ભીડથી સારવાર લેતા અન્ય દર્દીઓ હેરાન પરેશાન થાય છે. આ ઉપરાંત દર્દીના પરિવારજનો પોતાની સાથે પાન પડીકી અને ગુટકા લઈને પણ આવતા હોવાથી અવારનવાર ખાઈને દીવાલો પર અને ફર્ષ પિચકારીઓ મારતા હોવાનું તંત્રની તપાસમાં બહાર આવ્યું હતું. પરિણામે દર્દી સાથે આવતા પરિવારજનો પૈકી માત્ર એક વ્યક્તિને સાથે રહેવા માટે સિક્યુરિટી ગાર્ડ દ્વારા કડક રીતે પાલન શરૂ કરાયું છે. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ દ્વારા દર્દીના પરિવારજનોનું પણ સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઈના ખિસ્સામાંથી પાન-પડીકી કે પછી ગુટકા જણાય તો તેવી વ્યક્તિઓ પાસેથી આવી પડીકી, ગુટકા ચેકિંગ દરમિયાન મળી આવે તો સિક્યુરિટી ગાર્ડને જપ્ત કરી લે છે. આ અંગે પૂછપરછ કરતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા જણાવાયું હતું કે હોસ્પિટલના આરએમઓ દ્વારા તાત્કાલિક સારવાર માટે આવતા દર્દી સાથે માત્ર એક વ્યક્તિને સાથે જવા દેવા સહિત તેની અંગ જડતી સિક્યુરિટી ગાર્ડ દ્વારા કરવામાં આવે છે અને જો કોઈની પાસેથી પાન પડીકી કે પછી ગુટકા મળી આવે તો તેનો નાશ કરવા આરએમઓ દ્વારા જણાવાયું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here