WORLD : ઈરાન ડૂબશે પણ અમેરિકાને પણ લઈને જશે! યુદ્ધના જંગી ખર્ચનું અનુમાન આવ્યું સામે”

0
11
meetarticle

અમેરિકા ફરી એકવાર યુદ્ધમાં ફસાયું છે. જાનમાલના નુકસાન ઉપરાંત દેશને મોટો આર્થિક બોજ પણ સહન કરવો પડી રહ્યો છે. અહેવાલો અનુસાર, ઈરાન પર થયેલા હુમલાના પ્રથમ 24 કલાકમાં જ અમેરિકાએ 779 મિલિયન ડોલર એટલે કે લગભગ 6,900 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, આ યુદ્ધ લગભગ એક મહિના સુધી ચાલશે, અથવા કદાચ તેનાથી પણ વધુ સમય લઈ શકે છે.

સેન્ટર ફોર ન્યૂ અમેરિકાએ આંકડો જાહેર કર્યો

‘સેન્ટર ફોર ન્યૂ અમેરિકન સિક્યુરિટી’ના આંકડા મુજબ, કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ (જેમ કે USS જેરાલ્ડ આર ફોર્ડ, જે વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ છે) ના સંચાલન પર જ દરરોજ લગભગ 65 લાખ ડોલર અથવા 58 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. ઈરાન પરના હુમલાઓને ધ્યાનમાં રાખીને અમેરિકાએ જેરાલ્ડ આર ફોર્ડ સહિત બે કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ મિડલ ઈસ્ટમાં તૈનાત કર્યા છે.

‘અમેરિકા 18.87 લાખ કરોડ રૂપિયા ખર્ચશે’

વિમાનોની તૈનાત, નૌકાદળના જહાજોની તૈનાત અને પ્રાદેશિક સંસાધનોને એકત્ર કરવા સહિતની સૈન્ય તૈયારીઓનો અંદાજિત ખર્ચ લગભગ 630 મિલિયન ડોલર (5,556 કરોડ રૂપિયા) હતો. જો ટ્રમ્પે સંકેત આપ્યા મુજબ યુદ્ધ લાંબું ખેંચાય છે, તો ‘પેન વ્હાર્ટન બજેટ મોડલ’ના ડાયરેક્ટર કેન્ટ સ્મેટર્સના જણાવ્યા અનુસાર, અમેરિકાએ 210 અબજ ડોલર (18.87 લાખ કરોડ રૂપિયા) ખર્ચવા પડશે.

અમેરિકાને ભયાનક આર્થિક ફટકો

7 ઓક્ટોબર, 2023ના રોજ જ્યારે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો. જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા, ત્યારથી અત્યાર સુધીમાં અમેરિકાએ ઇઝરાયલને 21.7 અબજ ડોલરની સૈન્ય સહાય પૂરી પાડી છે. આમાં યમન, ઈરાન અને મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનોનો ખર્ચ પણ સામેલ છે, જે 9.65 અબજ ડોલરથી 12.07 અબજ ડોલરની વચ્ચે રહ્યો હતો.

ક્યાં સુધી ચાલશે યુદ્ધ?

બ્રાઉન યુનિવર્સિટીના 2025ના ‘કોસ્ટ ઓફ વોર’ રિપોર્ટ મુજબ, આ બંને આંકડાઓને જોડતા ખર્ચ 31.35 અબજ ડોલર (2.82 લાખ કરોડ રૂપિયા) થી વધીને 33.77 અબજ ડોલર (3.04 લાખ કરોડ રૂપિયા) થઈ જાય છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે યુદ્ધ કેટલો સમય ચાલશે, ત્યારે તેમણે કહ્યું, “અમે ચાર થી પાંચ અઠવાડિયાનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ અમારી પાસે તેનાથી વધુ સમય સુધી યુદ્ધ ચાલુ રાખવાની ક્ષમતા છે. અમે તે કરીશું. ભલે ગમે તેટલો સમય લાગે, ભલે ગમે તે કરવું પડે.”

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here