WORLD : સંપૂર્ણ વિનાશ; નિશ્ચિત મૃત્યુ : ઇરાન ઉપર પ્રચંડ પ્રહારો કરવામાં આવશે

0
21
meetarticle

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભયંકર ધમકી આપતાં કહ્યું હતું કે ઇરાન હવે મધ્યપૂર્વમાં શિંગડાં ભરાવી શકશે નહીં. તેની ઉપર સંપૂર્ણ વિનાશ, અને નિશ્ચિત મૃત્યુ તોળાઈ રહ્યાં છે. તે હવે દિવસે દિવસે પરાજિત થતું જાય છે.


ઇરાન-યુદ્ધ બીજાં સપ્તાહમાં પ્રવેશી રહ્યું છે. ત્યારે પ્રમુખ ટ્રમ્પે આવી ભયંકર ધમકી ઉચ્ચારી હતી.

પોતાનાં પોર્ટલ ટ્રૂથ સોશ્યલ ઉપર પ્રમુખે લખ્યું કે ઇરાને તેના પાડોશી દેશોની માફી માગી છે અને વચન આપ્યું છે કે તે હવે તેમની ઉપર હુમલા કરશે નહીં. પરંતુ વાસ્તવમાં ઇઝરાયલ અમેરિકાનાં પ્રચંડ આક્રમણને લીધે તેને તેમ કહેવું પડયું છે. ઇરાન એક હજાર વર્ષે પહેલી જ વાર આસપાસના મધ્ય પૂર્વના દેશો સામેનાં યુદ્ધમાં પાછું પડી રહ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં લખ્યું હતું કે દેશો કહે છે તમારો આભાર પ્રમુખ ટ્રમ્પ આપનું સ્વાગત છે. ઇરાન હવે પૂર્વના દેશોને શિંગડાં ભરાવી શકશે નહીં, વાસ્તવમાં મધ્ય પૂર્વમાં તે પરાજિત થઇ રહ્યું છે. તેની પાસે બે જ વિકલ્પ છે કાંતો તે શરણાગતિ લે, કાંતો તે સંપૂર્ણ નાશ પામે.

પ્રમુખે વધુમાં લખ્યું ઇરાનની ખરાબ વર્તણુકને લીધે તેની પાસે આ બે જ વિકલ્પ રહ્યા છે. શરણાગતિ નહીં થાય તો સંપૂર્ણ વિનાશ અને નિશ્ચિત મૃત્યુ જ છે. તે મધ્ય પૂર્વ દેશોના લોકોનો વિચાર જ કરતું નથી. હજી સુધી તેમની ઉપર કોઇએ આવા વિનાશક પ્રહારો કર્યા જ નથી. મારાં કથન ઉપર લક્ષ્ય આપવા માટે તમારા સર્વેનો આભાર.

આ ઉપરથી નિરીક્ષકોનું સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે કે ઇરાન યુદ્ધ બીજાં સપ્તાહમાં પ્રવેશવા સાથે વધુને વધુ વકરતું જાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here