BREAKING NEWS : ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે વડોદરામાં પોલીસ ફરિયાદ

0
15
meetarticle

ટી 20 વર્લ્ડ કપમાં થયેલી જીતની ઉજવણીમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન ભાન ભૂલ્યા હતા, રાષ્ટ્ર ધ્વજના કરેલા અપમાન અંગે વડોદરાના કારેલીબાગ પોલીસ મથકે રિપબ્લિકન પાર્ટીના અગ્રણી શૈલેષ શુક્લએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની થયેલી જીત બાદ તમામ ભારતીય પ્લેયરો શાનદાર ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે શરીર પર તિરંગો બાંધીને હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને તેની ગર્લફ્રેન્ડ સાથે રાષ્ટ્રધ્વજ શરીર પર લપેટીને અતરંગ ફોટા પડાવ્યા હતા.

હાર્દિક પંડ્યા એ તો એક જગ્યાએ સૂતા સૂતા ફોટોગ્રાફરોને વિવિધ પોઝ આપ્યા હતા અને ભારતીય તિરંગાનું હળાહળ અપમાન કર્યું હતું. પરિણામે વિવિધ રાજ્યમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે તિરંગાના અપમાનની ફરિયાદો થઈ હતી. ત્યારબાદ વડોદરા ખાતે રિપબ્લિકન પાર્ટીના હોદ્દેદારોએ પણ કારેલીબાગ પોલીસ મથકે તિરંગાના અપમાન કરવા બદલ હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here