RAJKOT : 9માં ધોરણમાં ભણતા ભાઈએ 6 વર્ષની બહેન પર આચર્યું દુષ્કર્મ!

0
18
meetarticle

જેતપુર પંથકના એક ગામમાં અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ધોરણ 9માં ભણતા સગીરે પોતાની જ 6 વર્ષની કૌટુંબિક બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ કિશોર 6 વર્ષની બહેનને રમવા માટે ઘરની અગાશી પર લઈ ગયો હતો. જ્યાં કિશોરે નાનકડી બાળાને પિંખી નાંખી હતી. આ ઘટનાના 15 દિવસ બાદ બાળકીને પેટમાં સતત દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસમાં દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ થયો હતો. જેતપુર તાલુકા પોલીસે સગીર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, જેતપુર પંથકના એક ગામમાં આ શરમજનક કિસ્સો બન્યો છે. 9માં ધોરણમાં ભણતા એટલે 14 વર્ષના સગીરે પોતાની જ 6 વર્ષની માસૂમ કૌટુંબિક બહેન પર દુષ્કર્મ આચર્યું છે. આ સગીર બાળકીને ચોર-પોલીસ રમવાના બહાને અગાશી પર લઈ ગયો હતો. જ્યાં રમત રમતમાં તેને પીંખી નાંખી હતી.

આ ભયાનક બનાવના 15 દિવસ બાદ બાળકીને પેટમાં સખત દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે માસૂમ બાળકીએ જમવાનું છોડી દેતા પરિવારજનો હોસ્પિટલ દોડ્યા હતા. સરકારી હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન માસૂમ દીકરી સાથે દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારે આ અંગે તાત્કાલિક જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. જે બાદ આ સગીર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માત્ર વીસ જ દિવસમાં જેતપુરમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મની આ બીજી ઘટના સામે આવતા પંથકમાં ભારે ફફડાટ અને રોષનો માહોલ છવાયો છે. થોડા દિવસ પહેલા પણ જેતપુરમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેમાં જેતપુરમાં 5 વર્ષીય બાળકી પર પાડોશમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભોજાણીના ઘરે રમવા અને નાસ્તો કરવા માટે જતી હતી. જ્યારે બાળકી પાડોશમાં આરોપીના ઘરે ગઈ, ત્યારે આરોપીની માતા ઘરમાં ન હતી. આ એકલતાનો લાભ ઉઠાવી આરોપી જીતુએ બાળકીને વાતોમાં ભોળવી તેના કપડાં ઉતારી શારીરિક અડપલાં કર્યાં હતા અને દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ બાળકી ઘરે પરત ફરી ત્યારે તેના હાવભાવ બદલાયેલા હતા. માતાએ પૂછપરછ કરતા બાળકીએ પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here