ENTERTAINMENT : 1954 થી અત્યાર સુધી બોલીવુડમાં ભગતસિંહ પર બનેલી આ ફિલ્મોએ જીત્યા છે દિલ, જાણો કઈ ફિલ્મને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર

0
7
meetarticle

દર વર્ષે 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનની યાદમાં શહીદ દિવસ ઉજવવામાં આવે છે. 1954થી લઈને અત્યાર સુધી આ ક્રાંતિકારીઓના જીવન પર અનેક એવોર્ડ વિનિંગ ફિલ્મો બની છે. આ બહાદુર ભારતીય ક્રાંતિકારીઓને બ્રિટિશ સરકારે 23 માર્ચ, 1931 ના રોજ મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ ત્રણેય ક્રાંતિકારીઓએ હસતાં હસતાં મૃત્યુને ભેટયા અને અમર થયા. આ બહાદુર જવાનોના બલિદાને ભારત સ્વતંત્રતાના સંર્ઘષમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતના મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પર બોલીવુડમાં સમયાંતરે ફિલ્મો પણ બની છે. 1954 થી 2021 દરમિયાન ભગત સિંહ પર બનેલી ફિલ્મોએ લોકોના દિલ જીત્યા.

શહીદ દિવસ જે લોકોના યાદમાં મનાવવામાં આવે છે તે મહાન ક્રાંતિકારીના સંર્ઘષને બોલીવુડની ફિલ્મોમાં બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મો માત્ર શિક્ષણનું એક મહત્વપૂર્ણ માધ્યમ નથી પણ યુવાનોને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને ગર્વથી સ્વીકારવા માટે પ્રેરણા પણ આપે છે. આ ફિલ્મો અત્યારના યુવાનો માટે પ્રેરણારૂપ છે. જે ભારતના સ્વતંત્રતાના સંઘર્ષની કથા, ક્રાંતિકારીઓની બહાદુરી નવી પેઢી માટે જીવંત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પર બનેલી ફિલ્મો લોકોને પસંદ તો આવી છે સાથે રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવતા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. જાણો બોલીવુડની એ કઈ ફિલ્મો છે જે આ મહાન ક્રાંતિકારીઓની ગાથા બતાવે છે. અને તે કયા સમય પર બની છે.

1954 “શહીદ-એ-આઝમ ભગતસિંહ” : બોલીવુડમાં સૌ પ્રથમ 1954માં શહીદ ભગત સિંહ અને તેમના સાથીઓ પર બ્લેક એન્ડ વ્હાઇટ હિન્દી ફિલ્મ બની. જગદીશ ગૌતમ દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રાંતિકારી શહીદ ભગતસિંહ પરની પહેલી બાયોપિક માનવામાં આવે છે. પ્રેમ આદિબે ફિલ્મમાં ભગતસિંહની ભૂમિકા ભજવી છે અને તેમાં પ્રખ્યાત ગીત “સરફરોશી કી તમન્ના”નો સમાવેશ થાય છે. ભગતસિંહના પરિવારે તેમના ચિત્રણ સામે વાંધો ઉઠાવ્યા બાદ ફિલ્મને સેન્સરશીપનો સામનો કરવો પડ્યો હતો.

1965 “શહીદ” : મનોજ કુમાર અભિનીત ફિલ્મ “શહીદ” સુપરહિટ રહી હતી. એસ. રામ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મનોજ કુમારે ભગત સિંહની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની બહાદુરી અને શહાદતની આસપાસ ફરે છે. આ ફિલ્મે લોકોમાં ભગત સિંહની છબીને નોંધપાત્ર રીતે બદલી નાખી. “મેરા રંગ દે બસંતી ચોલા” અને “એ વતન” જેવા ગીતો હિટ બન્યા. આ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો અને તેને ભારતીય ઇતિહાસની સૌથી પ્રભાવશાળી દેશભક્તિ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.

2022 “ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ” : રાજકુમાર સંતોષીની આ ફિલ્મમાં બોલીવુડ અભિનેતા અજય દેવગણે શહીદ ભગતસિંહની મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ભગત સિંહના બાળપણથી લઈને એક યુવાન ક્રાંતિકારી તરીકેના ઉદય અને જેલમાં વિતાવેલા સમય, જે તેમને ફાંસી સુધી લઈ જાય છે, તેની સફર દર્શાવવામાં આવી છે. હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. “ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ” અને “શહીદ-એ-આઝમ” ની સાથે, સની દેઓલ અને બોબી દેઓલ અભિનીત “23 માર્ચ 1931: શહીદ” રિલીઝ થઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી.

2006માં રિલીઝ થયેલી “રંગ દે બસંતી” ફિલ્મનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થે ફિલ્મમાં ભગત સિંહની ભૂમિકા ભજવી હતી, 2021 માં, “સરદાર ઉધમ” સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. તે મૂળ ઉધમ સિંહની બાયોપિક હતી. આ ફિલ્મ ઉધમ સિંહ અને ભગત સિંહ વચ્ચેની મિત્રતાને ઊંડાણપૂર્વક ઉજાગર કરે છે, જે તેમનાથી પ્રભાવિત હતા. અમોલ પરાશરે ભગત સિંહની ભૂમિકા ભજવી હતી, જ્યારે વિકી કૌશલે ઉધમ સિંહની ભૂમિકા ભજવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here