BOLLYWOOD : પ્રતિભા રાન્ટા અને રોહિત સરાફનાં ડેટિંગની ફરી ચર્ચા

0
18
meetarticle

 એકટ્રેસ પ્રતિભા રાન્ટા તથા એક્ટર રોહિત સરાફ રિલેશનશિપમાં હોવાની ચર્ચાઓ ફરી શરુ થઈ છે. તાજેતરમાં બંને કેટલીક ઈવેન્ટસમાં સાથે દેખાયાં હતાં તે પરથી બંને ડેટિંગ કરી રહ્યાં હોવાનું કહેવાય છે. 

બોલિવુડ વર્તુળોમાં ચર્ચા અનુસાર રોહિત અને પ્રતિભાને એકબીજાની કંપની ગમે છે. 

તેઓ એકમેક સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. જોકે, હજુ સુધી તેમણે પોતાની રિલેશનશિપ વિશે કશું  કન્ફર્મ કર્યું નથી. નજીકના મિત્રો તથા બોલિવુડના અન્ય લોકોને પણ તેઓ એકબીજાની ઓળખાણ  ગાઢ મિત્ર તરીકે જ આપી રહ્યાં છે. 

થોડા સમય પહેલાં પ્રતિભા અને રોહિત નિખિલ અડવાણીની એક પાટીમાં  સાથે સાથે આવ્યાં હતાં અને બંનેએ એકસમાન વસ્ત્રો ધારણ કર્યાં હતાં. બંને  ટૂંક સમયમાં નિખિલ અડવાણીની જ વેબ સીરિઝ ‘રિવોલ્યુશનરીઝ’માં સાથે દેખાવાનાં છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here