BUSINESS : ક્રૂડ આંચકા પચાવી 103 ડોલર: સોનામાં રૂ.5000,ચાંદીમાં રૂ.15000ની તેજી

0
7
meetarticle

મુંબઈ ઝવેરી બજારમાં આજે એકંદરે ભાવમાં મજબૂતાઈ દેખાઈ હતી. અમદાવાદ ઝવેરી બજારમમાં સોનાના ભાવ  ૧૦ ગ્રામના રૂ.૫૦૦૦ તથા ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫ હજાર ઉછળ્યા હતા. દરમિયાન, અમેરિકાના પ્રમુખે પાંચ દિવસમાટે યુદ્ધ વિરામની હાકલ કર્યા પછી પણ ઈરાન તથા ઈઝરાયલ વચ્ચે છમકલાઓ ચાલુ રહેતાં તથા યુદ્ધમાં હવે સાઉદી અરેબિયા તથા આરબ દેશો પણ જોડાશે એવી શક્યતા ચર્ચાતી થતાં વિશ્વ બજારમાં ભાવમાં ખાસ્સી ઉછળકુદ દેખાઈ હતી.

 વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔસના નીચામાં ૪૩૦૬ તથા ઉંચામાં ૪૪૪૮ ડોલર થઈ ૪૪૦૧થી ૪૪૦૨ ડોલર રહ્યા હતા. દરમિયાન, રૂપિયા સામે ડોલરના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાતાં તેની અસર પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૪૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૫૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૩૦૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંસના નીચામાં ૬૬.૦૨ ડોલર તથા ઉંચામાં  ભાવ  ૭૦.૩૯ થઈ ૬૯.૦૯થી ૬૯.૧૦ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૯૮૫૮ તથા ૯૯૯ના રૂ.૧૪૦૪૨૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૨૪૫૪૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૨૮૧૩ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૮૩૪ ડોલર તથા ઉંચામાં ૧૯૨૩ ડોલર થઈ ૧૯૦૨થી ૧૯૦૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૧૩૯૩ તથા ઉંચામાં ભાવ ૧૪૪૩ ડોલર થઈ ૧૪૦૮થી ૧૪૦૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૧૫ ટકા માઈનસમાં રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી ઝડપી ઉછળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના જે નીચામાં ૯૬ ડોલર સોમવારે થઈ ગયા હતા તે જે ઉછળી ઉંચામાં ભાવ ૧૦૪.૩૫ થઈ ૧૦૨.૭૮ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ જે નીચામાં ૮૪.૩૭ ડોલર થયા હતા તે આજે ઉંચામાં ૯૨.૨૯ થઈ ૯૧.૬૮ ડોલર રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here