WORLD : ઈરાનના ઊર્જા મથકો પરના 10 દિવસ હુમલા નહીં કરીએઃ ટ્રમ્પ

0
16
meetarticle

 અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પ્રથમ વખત નરમાશ જોવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ઈરાનના ઊર્જા મથકો (Energy Sites) પર થનારા હુમલાઓને આગામી 10 દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. ટ્રમ્પના મતે, ઈરાન સરકારના અનુરોધ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધારવાની તક મળી શકે.

ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ અને સમયમર્યાદા

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “ઈરાની સરકારની વિનંતી પર હું ઉર્જા મથકોને તબાહ કરવાની કાર્યવાહીને 10 દિવસ માટે રોકી રહ્યો છું. આ વિરામ સોમવાર, 6 એપ્રિલ 2026ના રોજ રાત્રે 8 વાગ્યા સુધી જારી રહેશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે મીડિયાના અહેવાલોથી વિપરીત, બંને દેશો વચ્ચેની વાતચીત ખૂબ જ હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.

હુમલા રોકવાનું કારણ અને પૃષ્ઠભૂમિ

છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈઝરાયેલ સતત ઈરાનના તેલ અને ઉર્જા કેન્દ્રો પર ભીષણ હુમલા કરી રહ્યા હતા, જેનો હેતુ ઈરાનની આર્થિક કમર તોડવાનો હતો. જોકે, આ દરમિયાન ઈરાને પણ વળતો પ્રહાર કરતા મધ્ય પૂર્વમાં સ્થિતિ વણસી હતી. હવે 10 દિવસની આ રાહતને નિષ્ણાતો બેકચેનલ ડિપ્લોમેસી (Backchannel Diplomacy) માટેનો મોટો રસ્તો માની રહ્યા છે.

તેલ ટેન્કરો અને ઈરાનની છૂટછાટ

આ અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી 10 તેલ ટેન્કરો પસાર કરવાની મંજૂરી આપીને સકારાત્મક સંકેત આપ્યો છે. શરૂઆતમાં ઈરાન માત્ર 8 ટેન્કરો માટે તૈયાર હતું, પરંતુ બાદમાં આ સંખ્યા વધારીને 10 કરવામાં આવી હતી, જેમાં કેટલાક પાકિસ્તાની ધ્વજ ધરાવતા ટેન્કરો પણ સામેલ હતા. આ ઘટનાક્રમ બાદ ટ્રમ્પે હુમલા રોકવાનો નિર્ણય લીધો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here