BOLLYWOOD : માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં 731 સ્કે. ફૂટની ઓફિસ ભાડા પર લીધી

0
4
meetarticle

 માધુરી દીક્ષિતે મુંબઇના લોઅર પરેલ વિસ્તારમાં એક ઓફિસ પાંચ વરસ માટે ભાડા પર લીધી છે. જેનું શરૂઆતમાં ભાડું ૪.૨૫ લાખ રૂપિયા હશે અને પછી દર વરસે આ ભાડામાં ૫ ટકાનો વધારો થશે. અભિનેત્રી પાંચ વરસમાટે ૨. ૮૧ કરોડ રૂપિયા ભાડા પેટે ચુકવશે. 

રજિસ્ટરકરાયેલા દસ્તાવેજોના અનુસાર, માધુરીએ ૭૩૧ સ્કે. ફૂટની એક કમર્શિયલ ગાળો લીધો છે. જેમા ંએક કાર પાર્કિંગ પણ સામેલ છે. જે માટે ૭૨,૬૦૦ રૂપિયા સ્ટેમ્પ ડયુટી અને ૧૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશનના ચુકવવામાં આવ્યા છે. ઉપરાંત ૧૭ લાખ રૂપિયા ડિપોઝિટનો પણ સમાવેશ છે. 

આ ઓફિસનું ભાડું પ્રથમ વરસે દર મહિને રૂપિયા ૪. ૨૫, બીજા વરસે વધીને૪.૯૧ લાખ રૂપિયા, ત્રીજા વરસે ૪.૬૮ લાખ, ચોથા વરસે ૪.૯૧ અને પાંચમા વરસે ૫.૧૬ લાખ રૂપિયા આપશે. આ રીતે તે પાંચ વરસ માટે ૨. ૮૧ કરોડ રૂપિયા ભાડા પેટે ચુકવશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here