AHMEDABAD : સરખેજમાં પાર્સલની આડમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું, 4,401 બોટલો સાથે રાજસ્થાનના શખસની ધરપકડ

0
14
meetarticle

રાજ્યમાં ચુસ્ત દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે નરીમનપુરા કેનાલ નજીક પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક રીક્ષાચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે તપાસ કરતા રીક્ષામાંથી મોટી સંખ્યામાં સંખ્યામાં દારૂની બોટલો મળી આવી છે.

પાર્સલમાં દારૂની 4,401 બોટલો છુપાવી

મળતી માહિતી અનુસાર, સરખેજ પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેને ચોક્કસ બાતમી મળી હતી કે એક લોડિંગ રીક્ષામાં પાર્સલની આડમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નરીમનપુરા ગામની કેનાલ નજીક નાકાબંધી કરી હતી. શંકાસ્પદ રિક્ષા આવતા જ તેને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રિક્ષામાં ઉપરના ભાગે પાર્સલ હતા, પરંતુ તેની નીચે વિદેશી દારૂની કુલ 4,401 બોટલો છુપાવેલી હતી.

ગોવાથી કનેક્શન અને બોગસ બિલનો ખેલ

ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં તેનું નામ કાલુરામ બિશ્નોઈ  હોવાનું બહાર આવ્યું છે. મૂળ રાજસ્થાનનો અને હાલ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતો કાલુરામ આ દારૂનો જથ્થો છેક ગોવાથી મંગાવતો હતો. પોલીસને છેતરવા માટે તે રિક્ષામાં પાર્સલ રાખતો અને પૂછપરછ દરમિયાન પુરાવા તરીકે ખોટી બિલ્ટીઓ તથા બોગસ બિલો બતાવતો હતો, જેથી પોલીસ તેને કુરિયર કે પાર્સલ સર્વિસ સમજી જવા દે.

પોલીસે આ દરોડા દરમિયાન કુલ 5,83,225નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 4.78 લાખનો દારૂ, 1 લાખની કિંમતનો લોડિંગ ટેમ્પો અને મોબાઈલ ફોનનો સામેલ છે. પકડાયેલ આરોપી કાલુરામ વિશ્નોઈ અગાઉ વર્ષ 2017માં ઓઢવ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂ મંગાવનાર અને મોકલનાર અન્ય શખ્સો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here