મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો વધુ ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં તેજીનો પવન ફરી ફૂંકાતો થયો હતો.

દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ તથા ચાદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૪૯૪થી ૪૪૯૫થી વધી ઉંચામાં ભાવ રૂ.૪૫૮૦ થઈ ૪૫૭થી ૪૫૭૨ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલ ઉછળતાં વૈશ્વિક સોનામાં ફંડો એક્ટીવ બાયર રહ્યા હતા.
દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૬૯.૭૭થી વધી ૭૧.૬૩ થઈ ૭૧.૨૪થી ૭૧.૨૫ ડોલર રહ્યા હતા.દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૦૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૧૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૩૨૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં વોર-ઈફેકટ વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે બેરલના ૧૧૨.૫૭થી વધી ૧૧૬.૮૯ થઈ ૧૧૪.૮૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૯.૬૪ વાળા વધી ૧૦૩.૩૮ થઈ ૧૦૧.૩૬ ડોલર રહ્યા હતા. ક્રૂડ ઉછળતાં તથા શેરબજાર ગબડતાં આજે રૂપિયો તૂટી રૂ.૯૫ની નીચે ઉતરતાં ં કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધતી જોવા મળી હતી.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૭૫૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૬૧૪૫ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૬૭૩૩ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૦૦૦ વધી રૂ.૨૩૦૧૩૫ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૮૬૮ વાળા વદી ૧૯૪૩ થઈ ૧૯૨૫થી ૧૯૨૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૩૮૩ વાળા વધી ૧૪૪૬ થઈ ૧૪૪૦થી ૧૪૪૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૨ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ વધી રૂ.૬૪૧૦૪ રહ્યા હતા.

