NATIONAL : વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે

0
14
meetarticle

ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણે સોમવારે લોકોને જણાવ્યું હતું કે તેઓ વસ્તી ગણતરી કરવા માટે આવનારાઓને સાચીઅને ચોકસાઈપૂર્વક માહિતી પૂરી પાડે. તેમણે જણાવ્યું હતું કે વસ્તીના આ આંકડા ખાનગી રાખવામાં આવશે અને તેનોઉપયોગ પુરાવા તરીકે અથવા તો કોઈ સ્કીમમાં ફાયદો મેળવવા તરીકે નહીં થઈ શકે. 

દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં દેશના ૧૬માં સેન્સસના પ્રથમ તબક્કાનો પાંચમી એપ્રિલમાં પ્રારંભ થવાનો છે ત્યારે પત્રકારોને સંબંધતો કમિશ્નરે જણાવ્યું હતું કે સેન્સસ એક્ટના સેકશન ૧૫ હેઠળ બધી જ વ્યક્તિગત માહિતી ખાનગી રાખવામાં આવશે. 

વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો દિલ્હીમાં ૧૬ એપ્રિલથી ૧૫ મે સુધી યોજાશે. નારાયણને જણાવ્યું હતું કે વસ્તી ગણતરીના આ આંકડા કોઈપણ સંગઠન સાથે શેર કરવામાં નહીં આવે. પછી તે સંગઠન સરકારી હોય કે ખાનગી હોય. આ ઉપરાંત કોર્ટમાં તેને પુરાવા તરીકે રજૂ કરવા માટે પણ ઉપયોગમાં નહીં લઈ શકાય કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ પણ તેની માહિતી આપવામાં નહીં આવે. ફક્ત ઉપરછલ્લી આંકડાકીય વિગતો જ કોષ્ટકો બનાવવા માટે આપવામાં આવશે. 

આ વસ્તી ગણતરીમાં જ્ઞાાતિનો સમાવેશ કરાયો છે અને લોકો કદાચ તેના અંગે સાચી માહિતી ન આપે તેવો ડર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેના અંગે નારાયણને જણાવ્યું હતું કે જ્ઞાાતિ અંગેની વિગતો બીજા તબક્કામાં એકત્રિત કરવામાં આવશે અને તેના સવાલો વ્યાપક ચર્ચા પછી નક્કી કરવામાં આવશે.જ્ઞાાતિ અંગેની માહિતી કેવી રીતે એકત્રિત કરવી તેના અંગે ઘણા સૂચનો છે. બધા પર વિચાર કરાશે અને અંતિમ પ્રશ્નાવલિ તૈયાર કરતા પૂર્વે તેમા શ્રેષ્ઠને સ્થાન અપાશે.  છેલ્લે૧૮૮૧ અને ૧૯૩૧માં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ ગયા વર્ષે ૩૦ એપ્રિલના રોજ આગામી વસ્તી ગણતરીમાં જાતિનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વસ્તી ગણતરીમાં કુલ ૩૦ લાખ ગણનાકાર અને સુપરવાઇઝરો ભાગ લેશે. આઉપરાંત ૧.૩ લાખ વસ્તી ગણતરીકાર ડિજિટલ ડિવાઇસથી સજ્જ હશે. પ્રથમ તબક્કામાં નાગરિકોનેકુલ ૩૩ સવાલો પૂછવામાં આવશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here