SURENDRANAGAR : વઢવાણના વસ્તડી નજીક ટેન્કરમાં છુપાવીને લઇ જવાતો 95 લાખનો દારૂ ઝડપાયો

0
14
meetarticle

સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાન્સપોર્ટ ટેન્કરમાં છુપાવેલું દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડયું છે. પોલીસે રૂ.૧.૨૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ચાલકની અટકાયત કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ સક્રિય બની છે, ત્યારે જોરાવરનગર પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી રેડ પાડી છે. એએસપી ની ટીમે બાતમીના આધારે વસ્તડી નજીક ભવાનીધામ લખતડીપરાના પાટિયા પાસે વોચ ગોઠવી એક શંકાસ્પદ ટેન્કર (એમએસ-૦૪-ઈબી-૬૩૨૬) ને અટકાવ્યું હતું. ટેન્કરની તલાશી લેતા તેમાંથી રૂ.૯૫.૯૪ લાખની કિંમતની વિવિધ બ્રાન્ડની ૭,૩૮૦ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ટેન્કર અને મોબાઈલ સહિત કુલ રૂ.૧.૨૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ કેસમાં પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના ઘેવરચંદ બિશ્નોઈની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ગોવાથી માલ ભરી આપનાર ‘પ્રસાદ’ નામના શખ્સનું નામ ખુલ્યું છે. દારૂનો જથ્થો એટલો મોટો હતો કે જોરાવરનગર પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ રૂમ નાનો પડયો હતો, જેના કારણે અંતે દારૂની બોટલો મહિલા લોકઅપમાં રાખવાની ફરજ પડી હતી. હાલ પોલીસ આ આખા નેટવર્ક પાછળ રહેલા અન્ય બુટલેગરોને ઝડપી પાડવા તપાસ તેજ કરી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here