NATIONAL : AIના લાર્જ ફિઝિક્સ મોડલ્સથી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ક્રાંતિ આવશે, મશીન અને સિસ્ટમની ડિઝાઇન સરળ બનશે

0
15
meetarticle

લાર્જ લેંગ્વેજ મોડલ્સે સોફ્ટવેર એન્જિનિયરિંગને બદલી નાખ્યું છે. તેવી જ રીતે એન્જિનિયરિંગ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની નવી ટેકનોલોજી, લાર્જ ફિઝિક્સ મોડલ્સ મોટો ફેરફાર લાવી શકે છે. નિષ્ણાતોના મતે, આ ટેકનોલોજી ઓટોમોટિવ, ઈલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ, સેમિકન્ડક્ટર એન્જિનિયરિંગમાં ઉપયોગમાં લેવાતા મશીનો અને સિસ્ટમોને ડિઝાઇન કરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવી શકે છે. આ મોડેલ્સ પોપ્યુલર બનેલા એઆઈ મોડલ્સથી અલગ છે. સામાન્ય રીતે એઆઈ ટેક્સ્ટ અથવા ફોટા પરથી શીખે છે. જ્યારે, આ નવા મોડેલ્સ ભૌતિકશાના નિયમો પરથી શીખે છે. તેથી તેમને વાસ્તવિક દુનિયામાં વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તેની સારી સમજ હોય છે.હાલમાં એન્જિનિયરિંગ ડિઝાઇન માટે ઘણી વાર ટ્રાયલ-એન્ડ-એરર, સિમ્યુલેશન અને લાંબા સમય સુધી ટેસ્ટિંગ કરવું પડે છે.પરંતુ, આ એઆઈ મોડેલ્સ એક સાથે ડેટા, સમીકરણો અને ડિઝાઇનની જરૂરિયાતો સમજવા સક્ષમ છે.

નિષ્ણાતો કહે છે કે આ ટેકનોલોજી ડિઝાઇનનો સમય ઘણો ઓછો કરી શકે છે. જ્યાં પહેલાં કોઈ મોટા મશીન કે સિસ્ટમને બનાવવામાં વર્ષોે લાગી જતા, ત્યાં હવે એઆઈની મદદથી કામ વધુ ઝડપથી થઈ શકે છે.આ સાથે જ તેમાં વિકસી રહેલીનવી પદ્ધતિ હાઈબ્રિડ વર્કફ્લોને કારણે એઆઈ શરૂઆતમાં ડિઝાઇન સૂચવે છે અને ત્યારબાદ અન્ય ટૂલ્સ તેને વધુ યોગ્ય બનાવે છે. 

ચેટજીપીટી, ક્લોડથી કેવી રીતે અલગ છે? 

આજકાલના લોકપ્રિય એઆઈ ટૂલ્સ જેવા કે, ચેટજીપીટી, ક્લોડ, જેમિની લાર્જ લેંગ્વેજ મોડલ્સ પર આધારિત છે. આ મોડલ્સ મુખ્યત્વે ભાષા સમજવા અને જનરેટ કરવા માટે બનાવવામાં આવ્યા છે. તેઓ પ્રશ્નનો જવાબ આપવો, ઈમેઈલ લખવો, કોડ બનાવવો અથવા વાતચીત કરવામાં સક્ષમ છે. તે લખાણ પરથી ટ્રેઈન થયેલા હોય તેમને શબ્દો, વાક્યો અને ભાષાની પેટર્નની સમજ હોય છે. પરંતુ, ભૌતિક દુનિયામાં વસ્તુઓ કેવી રીતે કામ કરે તેની ખાસ સમજ હોતી નથી. બીજી તરફ, લાર્જ ફિઝિક્સ મોડ્લ્સને એવી રીતે ટ્રેઈન કરવામાં આવે છે કે, તેઓ ભૌતિક સિસ્ટમસ્, ગતિ, ઊર્જા, દબાણ જેવી વાસ્તવિક પ્રક્રિયાઓને સમજી શકે છે. તેઓ માત્ર લખાણ નહીં પણ, રિયલ-વર્લ્ડ બિહેવિયર (વાસ્તવિક દુનિયામાં વર્તન)ને અનુસરે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here