WORLD : ‘હવે કોઈ વાતચીત નહીં…’, શાંતિ મંત્રણા ફેલ જતાં ઈરાની મીડિયા; વિદેશ મંત્રાલયે પણ આપ્યો જવાબ

0
12
meetarticle

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવાની જે આશા જન્મી હતી, તેને હવે મોટો ફટકો પડ્યો છે. સતત 21 કલાક સુધી ચાલેલી બેઠક બાદ ઈરાનનું વલણ પૂરેપૂરું બદલાઈ ગયું છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, હાલના તબક્કે તેહરાનનો અમેરિકા સાથે આગામી રાઉન્ડની વાતચીત કરવાનો કોઈ જ ઇરાદો નથી. ઈરાની મીડિયા તો ત્યાં સુધી દાવો કરી રહ્યું છે કે અમેરિકા આ ચર્ચાને લઈને ગંભીર હતું જ નહીં, તે માત્ર અહીંથી ભાગવાના બહાના શોધી રહ્યું હતું.

ઈરાનના વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ 

અમેરિકા સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં જ ઈરાનના વિદેશ મંત્રાલયનો જવાબ પણ આવી ગયો છે. વિદેશ વિભાગે કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે અનેક મુદ્દે સમજૂતી થઇ પરંતુ બે-ત્રણ મહત્ત્વના મુદ્દાઓ પર વાત અટકી ગઈ. એક બેઠક દ્વારા આવા મહત્ત્વના મુદ્દાઓનો ઉકેલ ન આવી શકે. અમારા માટે રાષ્ટ્રહીત સર્વોપરી છે. 

ઈરાનનો અમેરિકા પર ગંભીર આરોપ

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ‘ફાર્સ’ના અહેવાલ મુજબ, ઈરાનનો આરોપ છે કે અમેરિકા જાણીજોઈને એવી શરતો રાખી રહ્યું છે જે માનવી અશક્ય હોય, જેથી વાતચીત તોડવાનો દોષ ઈરાન પર મઢી શકાય. તેહરાનના આ આક્રમક વલણે સાબિત કરી દીધું છે કે બંને દેશો વચ્ચે વિશ્વાસનો ભારે અભાવ છે. આ ઇતિહાસમાં પ્રથમવાર એવી સ્થિતિ સર્જાઈ છે જ્યાં 21 કલાકની બેઠક બાદ અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ ખાલી હાથે પરત ફર્યા છે. અમેરિકાને આશા હતી કે આ મંત્રણા સફળ થશે, પરંતુ હવે તેમની પાસે પોતાની આબરૂ બચાવવાનો કોઈ રસ્તો રહ્યો નથી.હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો કડક મિજાજ

આ સમગ્ર વિવાદનું મુખ્ય કેન્દ્ર હોર્મુઝ સ્ટ્રેટ છે, જે હાલ બંધ છે. અમેરિકા આ સમુદ્રી માર્ગને ખોલાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું હતું, પરંતુ ઈરાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેમની મંજૂરી વગર આ રસ્તો ખુલશે નહીં. હાલમાં આ મામલો સમગ્ર વિશ્વમાં વાઇરલ થઈ રહ્યો છે અને હોર્મુઝનો રસ્તો બંધ રહેતા આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ પહેલા કરતા વધુ વધી ગયો છે. આ મામલે ઈરાનની વ્યૂહનીતિએ અમેરિકાને વિચારતા કરી દીધું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here