TECHNOLOGY : Metaના ભૂતપૂર્વ કર્મચારી પર Facebook યુઝર્સના 30,000 પ્રાઇવેટ ફોટા ડાઉનલોડ કરવાનો આરોપ, જાણો વિગત…

0
17
meetarticle

 Metaના એક પૂર્વ કર્મચારી સામે UK પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ વ્યક્તિ પર આશરે 30,000 પ્રાઇવેટ Facebook ફોટા ડાઉનલોડ કરવાનો આરોપ છે. લંડનમાં રહેતા આ વ્યક્તિએ Metaમાં કામ કરતી વખતે એક પ્રોગ્રામ તૈયાર કર્યો હતો, જેના માધ્યમથી તેણે આંતરિક સુરક્ષા ચેક્સને બાઇપાસ કરીને આ તસવીરો ઍક્સેસ કરી હતી. મેટ્રોપોલિટન પોલીસની સાયબરક્રાઇમ યુનિટના નિષ્ણાત અધિકારીએ આ પ્રાઇવસી ભંગ મામલે ક્રિમિનલ તપાસ શરૂ કરી છે.

Metaને એક વર્ષ પહેલા આ નિયમભંગની જાણ થઈ

Metaએ પુષ્ટિ કરી છે કે તેમને આ શંકાસ્પદ નિયમભંગ વિશે એક વર્ષ પહેલા જ ખબર પડી હતી અને મામલો UK પોલીસને સોંપવામાં આવ્યો હતો. કંપનીએ જે-તે Facebook યુઝર્સને આ ઘટનાની જાણ કરી હતી અને આરોપીને નોકરીમાંથી દૂર કાઢી મૂકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ Metaએ તેની સુરક્ષા વ્યવસ્થામાં પણ સુધારા કર્યા છે. હાલ આ વ્યક્તિ જામીન પર છે અને તપાસ ચાલુ છે

.પૂર્વ કર્મચારી સામેના આરોપ

કોર્ટ દસ્તાવેજ મુજબ આ પૂર્વ કર્મચારી પર કંપનીમાં કામ કરતી વખતે Facebook યુઝર્સના લગભગ 30,000 પ્રાઇવેટ ફોટા ઍક્સેસ કરીને ડાઉનલોડ કરવાનો આરોપ છે. કહેવાય છે કે તેણે Metaની આંતરિક ડિટેક્શન સિસ્ટમને બાઇપાસ કરવા માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. બે અઠવાડિયા પહેલા, બે મેજિસ્ટ્રેટ્સે તેની જામીનની શરતોમાં ફેરફાર કરીને તેને મે મહિનામાં હાજર રહેવા અને વિદેશ પ્રવાસ અંગે પોલીસને જાણ કરવાની ફરજ પાડી છે.

તપાસ વિશે Metaનું શું કહેવું છે?

Metaના પ્રવક્તાએ ચાલુ ક્રિમિનલ તપાસની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે યુઝર ડેટાની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ વિશે વધુ જણાવતાં પ્રવક્તાએ કહ્યું કે ‘એક વર્ષ પહેલા કર્મચારી દ્વારા થયેલી ગેરકાયદેસર ઍક્સેસની જાણ થતાં જ અમે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. યુઝર્સને જાણ પણ કરવામાં આવી હતી અને આ કેસ કાયદાને લગતી એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમારી સુરક્ષા વ્યવસ્થા પણ વધુ મજબૂત બનાવી છે.’

પ્રાઇવેટ ડેટાના ઉપયોગ માટે સજા થઈ શકે

એક જાણીતી લો ફર્મના સિનિયર ડેટા પ્રોટેક્શન એક્સપર્ટના જણાવ્યા અનુસાર કર્મચારી દ્વારા વ્યક્તિગત ડેટાનો ગેરરીતે ઍક્સેસ ગંભીર કાનૂની પરિણામો આપી શકે છે. આવા કૃત્યો ડેટા પ્રોટેક્શન અને કમ્પ્યુટર મિસયૂઝ કાયદાનું ઉલ્લંઘન ગણાઈ શકે છે. જો કંપનીએ ડેટાને પ્રોટેક્ટ કરવા માટે યોગ્ય ટેક્નિકલ અને ચોક્કસ પગલાં લીધા હશે તો કોઈ પણ કર્મચારીઓના આ કૃત્યો માટે કંપની જવાબદાર બનતી નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here