BUSINESS : સોના-ચાંદીમાં મસમોટો કડાકો: એક જ દિવસમાં ચાંદી ₹6,000 થી વધુ સસ્તી, સોનું ₹1,100 તૂટ્યું

0
13
meetarticle

 ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ફરી એકવાર મોટા યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે ભારતીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો માટે આજે આંચકાજનક દિવસ રહ્યો છે, કારણ કે સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹1,195 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹6,084 નો જંગી કડાકો બોલાયો છે.

સોનાના ભાવની સ્થિતિ (MCX Gold)

માહિતી મુજબ, સોનાના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે:

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹1,52,652

નવો ઓપન ભાવ (Open): ₹1,51,547

વર્તમાન સ્થિતિ: સમાચાર લખવા સુધી સોનું ₹1,51,601 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જે અગાઉના બંધ ભાવથી અંદાજે 0.69% નીચે છે.ચાંદીના ભાવમાં ગાબડું (MCX Silver)

ચાંદીમાં સોના કરતા પણ વધુ વેચવાલી જોવા મળી રહી છે:

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹2,43,274

નવો ઓપન ભાવ (Open): ₹2,38,362

વર્તમાન સ્થિતિ: અત્યારે ચાંદી ₹2,38,100 ના લેવલ પર જોવા મળી રહી છે. ઓપનિંગમાં જ ચાંદી ₹5,000 થી વધુ તૂટી હતી અને કુલ કડાકો ₹6,084 સુધી પહોંચ્યો હતો.

કેમ ઘટ્યા ભાવ?

એકબાજુ ઇરાન અને અમેરિકા વચ્ચે ફરી ભીષણ યુદ્ધના ભણકારા અને ભૂ-રાજકીય તણાવમાં થોડી રાહત અથવા વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું હોય તેમ જણાય છે. સમાચાર લખવા સુધી બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે અને નીચલા સ્તરેથી થોડી રિકવરીના પ્રયાસો થઈ રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here