TOP NEWS : નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ

0
33
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) હરિયાણાના ગુરુગ્રામ બાદ હવે ઉત્તર પ્રદેશના નોઈડામાં પગાર વધારાની માંગણીને લઈને કર્મચારીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું છે. નોઈડાના ફેઝ-2 વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના કર્મચારીઓએ રસ્તા પર ઉતરી આવી તોડફોડ અને આગજની કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસને આસુ ગેસના ગોળા છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

કર્મચારીઓનો આક્રોશ અને હિંસા

મળતી વિગતો મુજબ, નોઈડા ફેઝ-2 માં સ્થિત ‘મધરસન’ (Motherson) કંપનીના કર્મચારીઓ પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા હતા. સોમવારે સવારે હજારોની સંખ્યામાં કર્મચારીઓ કંપનીના ગેટ પાસે એકઠા થયા હતા. શરૂઆતમાં શાંતિપૂર્ણ લાગતું આ પ્રદર્શન અચાનક હિંસક બની ગયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ કંપનીની આસપાસ પાર્ક કરેલા અનેક વાહનોમાં તોડફોડ કરી હતી અને કેટલાક વાહનોને આગને હવાલે કરી દીધા હતા.

પોલીસ પર પથ્થરમારો

પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, પરંતુ હિંસક ભીડે પોલીસ પર પણ પથ્થરમારો શરૂ કર્યો હતો. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને અને ટીયર ગેસના ગોળા છોડીને ભીડને પાછળ ધકેલી હતી. હાલમાં આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્થિતિ કાબૂ હેઠળ હોવાનું જણાવાઈ રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here