BOLLYWOOD : આથિયાનો છબરડોઃ આશાને બદલે લત્તા મંગેશકરની તસવીર મૂકી

0
9
meetarticle

આથિયા શેટ્ટીએ સ્વ. આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપતી વખતે આશા ભોસલેને બદલે લત્તા મંગેશકરની તસવીર પોસ્ટ કરી હતી. તેના કારણે સોશિયલ મીડિયામાં લોકોએ તેની ભારે ટીકા થઈ હતી.

જોકે, થોડીવારમાં જ આથિયાએ આ ભૂલ સુધારી હતી અને સ્વ. આશા ભોસલેની તસવીર મૂકી દીધી હતી.

કેટલાક લોકોએ ટીકા કરી હતી કે આ નવી પેઢીના કલાકારોને પીઢ કલાકારોનો કોઈ પરિચય નથી કે કોઈ સૌજન્ય કે સન્માન જેવું પણ નથી. ફક્ત દેખાડા ખાતર તેઓ આવી પોસ્ટ કરે છે. જોકે, કેટલાક લોકોએ બચાવ કર્યો હતો કે તસવીરો એપલોડ કરતી વખતે એકને બદલે બીજી તસવીર અપલોડ થઈ જવી એ બહુ સામાન્ય બાબત છે. ઘણા કુશળ લોકોથી પણ ઉતાવળમાં આવી ભૂલ થતી હોય છે. તેને બહુ મોટું સ્વરુપ આપવાની જરુર નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here