VADODARA : યાકુતપુરા વિસ્તારમાં બે ભાઇઓ પર હુમલાના બનાવમાં બિચ્છુ ગેંગનો અશફાક પકડાયો

0
12
meetarticle

વડોદરાઃ યાકુતપુરા વિસ્તારમાં  બે ભાઇઓ પર થયેલા સશસ્ત્ર હુમલાના બનાવમાં પોલીસે બિચ્છુ ગેંગના અશફાકને ઝડપી પાડયો છે.

પંદર દિવસ પહેલાં યાકુતપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી હુમલાનો બનાવ બન્યો હતો.જેમાં હુમલાખોરોએ આ જ હતો..મારો આને.તેવી બૂમો પાડી એક ભાઇના માથામાં કોઇ હથિયાર વડે ગંભીર ઇજા કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં બિચ્છુ ગેંગના જેલમાંથી છૂટેલા અશફાક ઉર્ફે બાબા ઇકબાલ ભાઇ શેખ(યાકુતપુરા)ને સ્ટેશન પાછળથી ઝડપી પાડયો છે.અશફાક સામે અગાઉ મર્ડર, ખંડણી,આર્મ્સ,ધમકી અને ગુજસીટોક જેવા ૨૬ ગુના નોંધાયેલા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here