યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ ગત માર્ચમાં રણવીરની ‘ધુરંધર પાર્ટ ટુ’ સામે ટકરાવાની હતી. છેલ્લી ઘડીએ ફિલ્મની રીલિઝ કેન્સલ કરી આગામી જૂનમાં રીલિઝ કરવાનું નક્કી કરાયું હતું. જોકે, હવે જૂનની રીલિઝ પણ કેન્સલ કરાઈ છે.

યશ દ્વારા એવો દાવો કરાયો છે કે ભારત તથા વિશ્વમમાં ડિસ્ટ્રિબ્યૂશન બાબતે કેટલીક બાબતો હજુ ફાઈનલ થઈ રહી હોવાથી રીલિઝ કેન્સલ કરાઈ છે.
જોકે, બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર આ ફિલ્મના ડિજિટલ રાઈટ્સ માટે બહુ મોટી રકમની માંગ કરવામાં આવી છે. કોઈ ઓટીટી પ્લેટફોર્મ એટલા પૈસા આપવા તૈયાર નથી. આથી, આ ફિલ્મની રીલિઝ વારંવાર ઠેલાયા કરે છે. હવે કદાચ આગામી ઓગસ્ટમાં તે રીલિઝ કરાય તેવી સંભાવના છે.

