GUJARAT : માંજલપુરની પેટા ચૂંટણીની આજે મતગણતરી.. બપોર સુધીમાં પરિણામની શક્યતા

0
18
meetarticle

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે. 37.05 ટકા જેવા મતદાન બાદ આજે ભાજપ, કોંગ્રેસ સહિત ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. બપોર સુધીમાં હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ 14 ઈવીએમ મશીનો અને 1 પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. 260 મતદાન મથકોના મતોની ગણતરી 15 ટેબલો પર તબક્કાવાર કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સવારે 8 વાગ્યે સર્વપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. ત્યારબાદ ઈ.વી.એમ.ના મતોની ગણતરી શરૂ કરવામાં આવશે

.
આ મતગણતરીમાં 200 કર્મચારીઓ મતગણતરીમાં મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી હાથ ધરાશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 200થી વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ફરજ બજાવશે.

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ રબારી વચ્ચે સીધો જંગ છે. ભવન્સ સ્કૂલની આસપાસ પોલીસ બંદોબસ્તના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here