BOLLYWOOD : રામાયણનાં ગીત બાદ આદિપુરૂષનું ગીત શેર કરતાં મનોજ મુન્તશિરની ટીકા

0
4
meetarticle

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’નું ગીત જય જય રામ રીલિઝ થયું તે સાથે પોતે લખેલું ‘આદિપુરુષ’ની ગીત પણ શેર કરનારા ગીતકાર મનોજ મુન્તશિરની નેટ યૂઝર્સ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી.

એક નેટીઝન્સે આદિપુરૂષના ગીતકાર અને સંવાદલેખકને ફટકારતાં જણાવ્યું હતું કે તું કેવો બેશરમ માણસ છે તેની મને કદી ખબર ન પડી હોત. આદિ પુરૂષમાં ઇશનિંદા કર્યા પછી પણ તારી આ હિંમત? ‘રામાયણ’ મૂવીની સૌથી ખરાબ ફ્રેમ પણ આખી ‘આદિપુરૂષ’ ફિલ્મ કરતાં તો સો ગણી સારી હશે. નેટીઝન્સે પોસ્ટ કરવાના સમયને પણ ધ્યાનમાં લઇ ટીકા કરી હતી.


બીજા એક નેટીઝને જણાવ્યું હતું કે આનાથી આપણી ખુશી સહન થતી નથી.
આપણાં રામજીના ગીત સામે તેને શો વાંધો છે? એક ગીતથી આટલી બધી બળતરાં? બીજા એક જણે વળી એમ પણ કહ્યુ કે તારા કરતાં તો કુમાર વિશ્વાસ બહેતર છે.
જુન૨૦૨૩માં રિલિઝ થયેલી ‘આદિપુરૂષ’ પણ રામાયણ પર આધારીત હતી પણ પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાન જેવી મોટી કાસ્ટ હોવા છતાં ફિલ્મના સંવાદો અને પાત્રાલેખનનો વિવાદ ચગતાં ફિલ્મ ફલોપ થઇ હતી. ખુદ મનોજ મુન્તશિર શુક્લાએ પણ આદિપુરૂષને પોતાની સૌથી મોટી ભૂલ ગણાવી દેશની માફી માંગી લીધી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here