NATIONAL : ઈન્ડીયા’ ગઠબંધનની બેઠકમાં કાર્યક્રમ જાહેર, ચુંટણીપંચને ઘેરાવ કરશે વિપક્ષ

0
13
meetarticle

તા.2થી ચુંટણીપંચ સામે રણશિંગુ ફુકાશે જેમાં મમતા સહિતના નેતાઓ હાજર રહેશે. ચુંટણીપંચની મતદાર યાદી સુધારણાના કાર્યક્રમમાં સર્જાયેલા વિવાદ વચ્ચે મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામા સહિતની માંગણી સાથે આજે વિપક્ષના ગઠબંધન ‘ઈન્ડીયા’ની બેઠકમાં ‘SIR’ પ્રક્રિયા પાછી ખેચવા તથા ઈવીએમના બદલે બેલેટ પેપરથી મતદાન અને મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારના બરતરફીની માંગણી કરવામાં આવી.

કોંગ્રેસના વખતમાં મલ્લીકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં આ બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પુર્વ પ્રમુખ સોનિયા ગાંધી તથા કોંગ્રેસના અનેક નેતાઓ હાજર હતા તથા તા.2થી8 ઓકટોબર મુખ્ય ચુંટણી કમિશનર સામે દેશવ્યાપી આંદોલન ચલાવવા નિર્ણય લેવાયો હતો.

જો કે સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ કે તેમના કોઈ પ્રતિનિધિ હાજર ન હતા. આ ઉપરાંત ડીએમકે તથા આમ આદમી પાર્ટી પણ બેઠકથી દુર રહી હતી. તા.6 ઓકટોના વિપક્ષના સાંસદ ચુંટણીપંચને ઘેરાવ કરશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here