Niti Taylor: કાસ્ટિંગ કાઉચ (Casting Couch) એ ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગનું એક કડવું અને ગંભીર સત્ય રહ્યું છે. બોલિવૂડ, દક્ષિણ ભારતીય સિનેમા તેમજ હોલિવૂડમાં પણ ઘણી અભિનેત્રીઓએ પોતાના કરિયરના શરૂઆતી કે પછીના તબક્કામાં આ પ્રકારના શોષણનો સામનો કરવો પડ્યો હોવાના ખુલાસા કર્યા છે. હવે તેમાં ટીવીની જાણીતી એક્ટ્રેસ નીતિ ટેલર પણ સામેલ છે.ટીવી અભિનેત્રી નીતિ ટેલરે કાસ્ટિંગ કાઉચનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સાઉથના એક ડિરેક્ટરે બીજી ફિલ્મની ઓફર આપતી વખતે તેની પાસે અભદ્ર માંગણી કરી હતી. વૃદ્ધ ડિરેક્ટરે નીતિને તેની સાથે સૂવાનું કહ્યું હતું, જેનાથી તે આઘાતમાં સરી પડી હતી. નીતિએ તરત જ ફોન કાપી ડિરેક્ટરનો નંબર બ્લોક કર્યો અને તે પ્રોજેક્ટ છોડી દીધો. તેણે ‘કૈસી યે યારિયાં’ જેવા શોમાં કામ કર્યું છે.

વૃદ્ધ ડિરેક્ટરે કહ્યું ‘મારી સાથે સૂવું પડશે
નીતિએ એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, ‘સાઉથના એક ડિરેક્ટરે મારી સામે ભદ્દી ડિમાન્ડ કરી હતી. જે બાદ મેં તે પ્રોજેક્ટ છોડી દીધો હતો. હું પહેલા સાઉથની ફિલ્મો કરતી હતી. મેં 2 જ સાઉથની ફિલ્મો કરી છે. તેના ડિરેક્ટરે મારી સાથે પહેલી ફિલ્મ કરી હતી. પછી મુવીનું શૂટિંગ પૂરું થયા પછી તેણે મને ફોન કર્યો અને બીજી ફિલ્મમાં કામ કરવાની ઓફર આપતા તે ડિરેક્ટરે મને કહ્યું કે, પણ આ વખતે તારે મારી સાથે સૂવું પડશે. હું આ વાત સાંભળીને એકદમ હેરાન રહી ગઈ હતી.’
અભિનેત્રીએ આગળ કહ્યું કે, ‘મને સમજાયું નહીં કે કઈ રીતે રિએક્ટ કરવું. મેં તરત જ ફોન કાપી નાખ્યો. તેનો નંબર બ્લોક કર્યો અને મારી માતાને ફોન કર્યો. તે ડિરેક્ટર વૃદ્ધ હતો. મેં તેને બીજી છોકરીઓ સાથે પણ જોયો હતો. પરંતુ મને ખબર નહોતી કે આ વસ્તુ મારી સામે પણ આવશે. હું આ ઘટના બાદ ડરી ગઈ હતી. હું એક ક્ષણ માટે ફ્રીઝ થઈ ગઈ હતી. પછી મેં તે પ્રોજેક્ટમાં કામ ન કર્યું.

નીતિ ટેલરનું વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો નીતિએ ‘કૈસી યે યારિયાં’, ‘ગુલામ’, ‘ઈશ્કબાઝ’ જેવા શોઝમાં કામ કર્યું છે. પોતાની બબલી અને ક્યૂટ ઇમેજ માટે તે ફેમસ છે.

