NATIONAL : દીપક સહિતના નેતાઓની અટકાયત છતાં CJPનો હુંકાર: આંદોલન નહીં અટકે, હવે દેશના યુવાનો અને જનતા સંભાળશે નેતૃત્વ!

0
3
meetarticle

જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ જંતરમંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે સહિત ટોચના નેતાઓની અટકાયત કરી લીધી હોવા છતાં વિવાદ શાંત પડવાના કોઈ સંકેત નથી. પોલીસ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરતાં CJPએ સ્પષ્ટ જાહેરાત કરી છે કે તેમના પક્ષના નેતાઓ સાથે હોય કે ન હોય, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન અટકશે નહીં અને સતત ચાલુ રહેશે.

આવી સ્થિતિ તો ઈન્દિરા ગાંધી વખતે પણ નહોતી: દીપકે

પોલીસ અટકાયત બાદ અભિજિત દીપકેએ કેન્દ્ર સરકારની કાર્યવાહીની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હું તો ધરપકડ વહોરવા માટે પહેલેથી જ તૈયાર હતો. આવું તો ઇન્દિરા ગાંધીના સમયમાં પણ નહોતું થયું. આ પરિસ્થિતિ ઇન્દિરા ગાંધીની સરકાર કરતાં પણ વધુ ખરાબ છે, અને અમે ધરપકડ માટે સંપૂર્ણ તૈયાર છીએ.

કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત- આંદોલન ચાલુ જ રહેશે

કોકરોચ જનતા પાર્ટીએ જાહેર કર્યું છે કે અમે અમારી માગ પર અડગ છીએ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. સરકાર અસંમતિનો અવાજ દબાવવા માંગે છે, એવામાં હવે લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી દેશની જનતાએ પોતાના હાથમાં લેવી પડશે. આમારા નેતાઓ આંદોલનમાં હાજર ન રહે તો પણ આંદોલન અટકશે નહીં. અમે દેશના તમામ યુવાનો અને નાગરિકને અપીલ કરીએ છીએ કે તેઓ સ્વયં આગળ આવે અને આંદોલનનું નેતૃત્વ સંભાળે.

શનિવારે કસ્ટડીમાં લેવાયેલા અગ્રણી ચહેરાઓ

અભિજીત દીપકે (સ્થાપક, CJP)
સૌરવ દાસ (નેતા, CJP)
આશુતોષ રાંકા (નેતા, CJP)
ધ્રુવ રાઠી (જાણીતા યુટ્યુબર)
નોંધનીય છે કે દિલ્હીમાં આયોજિત પ્રદર્શનને ડામવા માટે પોલીસે અગાઉથી જ વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી અને શનિવારે સવારે જ ઝડપી પગલાં ભર્યાં હતાં.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here