ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઇન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. ડરબનના કિંગ્સમીડ મેદાન પર રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 214 રને મળેલી કારમી હાર બાદ દક્ષિણ આફ્રિકાની ટીમને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. આ હાર પહેલાં 75% પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને રહેલી સાઉથ આફ્રિકાની ટીમ હવે સરકીને ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને પહોંચી ગયું છે.
સાઉથ આફ્રિકાની કારમી હાર
કિંગ્સમીડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં 390 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 106 રનની લીડ મેળવ્યા બાદ કાંગારૂ ટીમે બીજી ઇનિંગ્સ 6 વિકેટે 314 રને ડિકલેર કરી યજમાન ટીમને જીતવા માટે 421 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, સાઉથ આફ્રિકાની આખી ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 206 રન પર જ સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ 214 રનથી શાનદાર જીત નોંધાવી હતી.

બે ટીમોને ફાયદો : ઓસ્ટ્રેલિયાના પોઈન્ટ વધ્યા, ન્યૂઝીલેન્ડ આવ્યું બીજા નંબરે
આ મેચના પરિણામ બાદ સાઉથ આફ્રિકાના પોઇન્ટ્સ ઘટી ગયા છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડ 72.22% પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. 11 મેચોમાંથી 9 જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ 81.82% પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર મજબૂત સ્થિતિમાં છે. બાંગ્લાદેશ 55.56% સાથે ચોથા અને ભારત 51.52% સાથે 5મા સ્થાને છે.
WTC પોઇન્ટ્સ ટેબલ (તાજેતરની સ્થિતિ)
1… ઓસ્ટ્રેલિયા: 11 મેચ, 9 જીત, 2 હાર, 108 પોઇન્ટ્સ
2… ન્યૂઝીલેન્ડ: 6 મેચ, 4 જીત, 1 હાર, 1 ડ્રો, 52 પોઇન્ટ્સ
3… સાઉથ આફ્રિકા: 5 મેચ, 3 જીત, 2 હાર, 36 પોઇન્ટ્સ
4… બાંગ્લાદેશ: 6 મેચ, 3 જીત, 2 હાર, 1 ડ્રો, 40 પોઇન્ટ્સ
5… ભારત: 11 મેચ, 5 જીત, 4 હાર, 2 ડ્રો, 68 પોઇન્ટ્સ
6… ઇંગ્લેન્ડ: 16 મેચ, 7 જીત, 8 હાર, 1 ડ્રો, 74 પોઇન્ટ્સ
7… શ્રીલંકા: 6 મેચ, 1 જીત, 2 હાર, 3 ડ્રો, 24 પોઇન્ટ્સ
8… વેસ્ટ ઇન્ડિઝ: 12 મેચ, 2 જીત, 8 હાર, 2 ડ્રો, 30 પોઇન્ટ્સ
9… પાકિસ્તાન: 9 મેચ, 2 જીત, 7 હાર, 5 પોઇન્ટ્સ

