Hair Care Tips : દરરોજ ધૂળ, માટી, પ્રદૂષણ અને સૂર્યના તાપના કારણે માત્ર આપણી ત્વચા જ નહીં પરંતુ વાળને પણ ભારે નુકસાન પહોંચે છે. શેમ્પૂ કર્યાના એક કે બે દિવસમાં જ વાળ શુષ્ક, નિર્જીવ અને બેરોન બની જતા હોય છે. આવી સ્થિતિમાં વાળમાં ભેજ જાળવી રાખવા અને તેને ચમકદાર બનાવવા માટે કન્ડિશનરનો ઉપયોગ ખૂબ જ જરૂરી બની જાય છે.
જો તમે બજારમાં મળતા કેમિકલયુક્ત કન્ડિશનરનો ઉપયોગ ટાળવા માંગતા હોવ, તો ઘરે જ કુદરતી ઘટકોથી આ અદભુત કન્ડિશનર તૈયાર કરી શકો છો.
હોમમેઇડ નેચરલ કન્ડિશનર માટે જરૂરી સામગ્રી
ઘરે જ કેમિકલ-ફ્રી અને પોષણયુક્ત કન્ડિશનર બનાવવા માટે તમારે 2 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી વિટામિન E કેપ્સ્યુલનું તેલ, 1 ચમચી ગુલાબજળ, 1 ચમચી નારિયેળ તેલ સહિતની સામગ્રીની જરૂર પડશે.
કન્ડિશનર બનાવવાની સરળ રીત
આ કન્ડિશનર બનાવવું અત્યંત સરળ છે. સૌથી પહેલા એક મિક્સર જારમાં એલોવેરા જેલ, વિટામિન E, ગુલાબજળ અને નારિયેળ તેલ એકસાથે ઉમેરો. બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરીને એક સ્મૂધ અને ક્રીમી પેસ્ટ તૈયાર કરી લો.

આ કન્ડિશનરને તમે હવાચુસ્ત (Air-tight) કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો, પરંતુ તેને મોટી માત્રામાં બનાવવાને બદલે જરૂરિયાત મુજબ તાજું બનાવવું વધુ હિતાવહ છે.
કન્ડિશનરનો ઉપયોગ કરવાની સાચી રીત
વાળ ધોયા પછી ઉપયોગ: સૌથી પહેલા તમારા વાળને ભીના કરો અથવા શેમ્પૂથી ધોઈ લો. હાથ વડે આ હોમમેઇડ કન્ડિશનરને ભીના વાળની લંબાઈ (Hair length) પર સરખી રીતે લગાવો. 5-10 મિનિટ રહેવા દો: કન્ડિશનર લગાવ્યા બાદ તેને વાળમાં 5 થી 10 મિનિટ સુધી રહેવા દો. અંતે વાળને સાદા પાણીથી સારી રીતે ધોઈ લો. આનાથી તમારા વાળ રેશમી, સોફ્ટ અને ચમકદાર બનશે.
ઉપયોગ કરતા પહેલા ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો
આ કન્ડિશનરને વાળના મૂળમાં (Scalp) લગાવવાનું ટાળવું, તેને ફક્ત વાળની લંબાઈ પર જ લગાવવું. કોઈપણ કુદરતી ઉપાય અજમાવતા પહેલા પેચ ટેસ્ટ (Patch test) અવશ્ય કરવો.

