ગાંધીનગર : દહેગામના લવાડ ગામના ભક્ત સેવા સમાજ આશ્રમના ગાદી પતિ શ્રી શિવુભાનુ નિધન

0
2
meetarticle

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલા ભક્ત સેવા સમાજ આશ્રમના ગાદીપતિ સંત શ્રી શિવુભા આજરોજ દેવ દિવાળીના પવિત્ર દિવસે સતલોક પામ્યા છે. તેમના નિધનના સમાચાર મળતા જ લવાડ સહિત આસપાસના ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તો તથા ગ્રામજનો આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં સમગ્ર ગામ ભાવુક બની ગયું હતું અને બગીમાં ડીજે સાથે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

આ શોકમય પ્રસંગે તેમના પુત્ર મહોબતસિંહ તેમજ સમાજ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કારોબારી ચેરમેન શ્રી કિરણસિંહ ચૌહાણ, જિલ્લા સદસ્ય શ્રી અમિતસિંહ ચૌહાણ, ગામના સરપંચ શ્રી વિકુભા અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ દિવંગત ગાદીપતિને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રિપોર્ટ : અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here