SPORTS : IND A vs SL A સેમીફાઇનલમાં ભારત-A ટોસ જીત્યો, બેટિંગમાં વૈભવ અને અભિષેકની બેટીંગ જોડી મેદાનમાં

0
7
meetarticle

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની પ્રથમ સેમિફાઇનલ આજે દોહામાં રમાઈ રહી છે. તિલક વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ સામે અત્યાર સુધી અપરાજિત રહેલી શ્રીલંકા-Aનો પડકાર રહેશે.એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની સેમિફાઇનલમાં ભારત-એ અને શ્રીલંકા-એ વચ્ચે દોહામાં મુકાબલો રમાઈ રહ્યો છે. ભારત-એના કેપ્ટન તિલક વર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકા-એ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી, જ્યારે ભારત-એને ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન-એ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

તિલક વર્માની આગેવાનીમાં ભારતીય ટીમ હવે સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં સ્થાન મેળવવા મેદાનમાં ઉતરી છે. આ મેચમાં સૌની નજર યુવા બેટર વૈભવ સૂર્યવંશી પર રહેશે. તેણે યુએઈ સામે માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારીને ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. હવે શ્રીલંકા-એ સામે પણ તેની પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે. બીજી તરફ, અપરાજિત શ્રીલંકા-એ સામે ભારતે ફાઇનલમાં પહોંચવા માટે સારો દેખાવ કરવો પડશે.

ભારત-એની પ્લેઇંગ ઇલેવન

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા, કુમાર કુશાગ્ર, રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, તનુષ કોટિયન, હર્ષ દુબે, હર્ષિત રાણા અને અર્શદ ખાન.

શ્રીલંકા-એની પ્લેઇંગ ઇલેવન

લસિથ ક્રૂસ્પુલ્લે, સિનેથ જયવર્ધને, નિશાન મધુશંકા, પવન રત્નાયકે, નિપુન ધનંજય, જનિથ લિયાને, વનુજા સહાન, વિજયકાંત વિયાસકાંત, રવિન્દુ ફર્નાન્ડો, લહિરુ સમરકૂન અને ગરુકા સંકેત.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here