GUJARAT : વડોદરામાં ATSની મોટી કાર્યવાહી, AK-47 અને 20થી વધુ કારતૂસ સાથે આસામનો યુવક ઝડપાયો, જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શનની આશંકા

0
11
meetarticle

વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ATSની ટીમે જરોદ બસ સ્ટેશન નજીક ચાલુ ગાડીને આંતરીને તપાસ કરતાં તેમાંથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. વડોદરામાંથી કારતૂસ સાથે ઝડપાયેલા યુવકની ઓળખ મોહમ્મદ શહરુલ ઈસ્લામ તરીકે થઇ હતી. તે જૈશ એ મોહમ્મદ સાથે લિંંક ધરાવતો હોવાની આશંકા છે.

આ ઓપરેશન દરમિયાન ATSએ જરોદ બસ સ્ટેશન પાસેથી એક વ્યક્તિને દબોચી લીધો છે. ધરપકડ કરાયેલો આરોપી જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલો હોઈ શકે છે તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આરોપી મૂળ આસામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે અને તેની પાસેથી AK-47 ઉપરાંત 23 જેટલા જીવતા કારતૂસ પણ જપ્ત કરાયા છે.આરોપી આ હથિયારો ક્યાંથી મેળવ્યા હતા અને રાજ્યમાં કોને સોંપવાનો હતો, તે અંગે ATSએ ઊંડી પૂછપરછ અને આગળની તપાસ શરૂ કરી છે. આજે બપોરે ATSની પ્રેસ કોન્ફરસમાં વધુ ખુલાસા થશે.

ગુજરાત અને મધ્યપ્રદેશથી 8 આતંકવાદીઓની ધરપકડ
3 જુલાઇ 2026 ગુજરાત ATSની ટીમે સ્થાનિક પોલીસની મદદથી એક સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરીને ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા 8 સક્રિય આતંકીઓની ધરપકડ કરી હતી. 

ATS દ્વારા હથિયારોના સ્ત્રોત અને ડિલિવરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 3 જુલાઈ 2026ના રોજ 8 આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here