Wednesday, May 1, 2024
Homeયોગી આદિત્યનાથે શાંકભરી માતાના દર્શન કરી વિજય સંકલ્પ રેલીનો પ્રારંભ કર્યો
Array

યોગી આદિત્યનાથે શાંકભરી માતાના દર્શન કરી વિજય સંકલ્પ રેલીનો પ્રારંભ કર્યો

- Advertisement -

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સહારનપુરમાં શાંકભરી માતાના દર્શન કરી વિજય સંકલ્પ રેલીનો પ્રારંભ કર્યો. તેમણે જનસભાને સંબધતા જણાવ્યુ કે, 70 વર્ષના કામ સામે યુપી સરકારના પાંચની સરખામણી કરી લો. ભાજપ સરકારે ખેડૂતોની હમેશા મદદ કરી છે. સરકારે ખેડૂતોને દેવામાંથી કાઢ્યા છે. સીએમ યોગીએ વિપક્ષ પર પ્રહાર કરતા રહ્યુ કે, પહેલાની સરકારે ખેડૂતો સાથે હમેશા અન્યાય કર્યો છે.

સપા અને બસપાના શાસનમાં ગુડારાજ હતુ આજે ભ્રષ્ટાચારીઓ જેલમાં છે. આજે પીએમ મોદીનો વિપક્ષના નેતાઓ વિરોધ કરી રહ્યા છે. કેમ કે મોદી સરકાર દેશનો વિકાસ કર્યો છે. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મંદિરમાં બેસતા પણ નથી આવડતુ. અને કથિત જનોઈધારી બ્રાહ્મણ હોવાનો દાવો કરે છે.

સીએમ યોગીએ સપા અને બસપાના ગઠબંધન પર પ્રહાર કરતા જણાવ્યુ કે 37-38 બેઠક પર ચૂંટણી લડનારા પીએમ બનવાના સપના જોઈ રહ્યા છે. દેશમાં 543 લોકસભાની બેઠક છે અને 272 બેઠક સરકાર બનાવવાની જરૂર પડે છે. પરંતુ મજાની વાત એ છે કે, સપા અને બસપા પીએમ બનવાના સપના જોઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular