Wednesday, May 1, 2024
Homeહું દેશનો ચોકીદાર છું જેથી હું મારો હિસાબ પણ આપીશ અને બીજાનો...
Array

હું દેશનો ચોકીદાર છું જેથી હું મારો હિસાબ પણ આપીશ અને બીજાનો હિસાબ પણ કરીશ : નરેન્દ્ર મોદી

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મેરઠમાં જનસભા સંબોધી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ જણાવ્યુ કે, હું દેશનો ચોકીદાર છું જેથી હુ મારો હિસાબ પણ આપીશ અને બીજાનો હિસાબ કરવાનો છુ. કોંગ્રેસ પાસે દેશમાં કોઈપણ પ્રકારની નીતિ કે નેતા નથી. વંશવાદ અને ભ્રષ્ટાચારની કોંગ્રેસમાં આજે બોલબાલા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, દેશમાં પહેલીવાર નિર્ણાયક સરકાર આવી છે, જેથી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો. આજે દેશભમાં ફરીવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, યુરીમાં સપા અને બસપાની સરકારે હમેશા ખેડૂત અને યુવાઓ સાથે અન્યાય કર્યો. કોંગ્રેસ સહિતની પાર્ટીએ હમેશા યુપીને લૂંટવાનું કામ કર્યુ.. જેથી યુપીને હમેશા દગો આપનારને યુપીની જનતા જડબાતોડ જવાબ આપવાની છે.

મજાક ઉડાવવામાં આવી હતી

પીએમ મોદીએ કહ્યુ કે, અમારી સરકારે જ્યારે ગરીબ પરિવારના બેંક ખાતા ખોલ્યા ત્યારે અમારી મજાક ઉડાવવામાં આવતી હતી. જે લોકો ગરીબો માટે બેંકના ખાતા નથી ખોલાવી શક્યા તેઓ આજે ગરીબના બેંક ખાતામાં નાણા નાખવાની વાતો કરે છે.

મહાગઠબંધન પર પ્રહાર

પીએમ મોદીએ મહાગઠબંધન પર પ્રહાર કરતા જણાવ્યુ કે, મહામિલાવટમાં ભ્રષ્ટાચારી લોકોભેગા થયા છે. અને મહામિલાયટી લોકો આતંકવાદીઓનું સમર્થન કરે છે. પીએમ મોદીએ સવાલ કર્યો કે, આ પ્રકારના મહામિલાવટી લોકોના હાથમાં દેશ કેવી રીતે સુરક્ષિત રહેશે?

એર સ્ટ્રાઈકના પુરાવા

પીએમ મોદીએ બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના પુરાવા માગનારને જવાબ આપ્યો. તેમણે કહ્યુ કે, દેશને આજે નક્કી કરવાનું છે દેશને સબૂત જોઈએ છે કે, સપૂત. અમારી સરકારે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી અને વિરોધીઓ અમારી પાસે પુરાવા માગી રહ્યા છે. જેમને દેશની જનતા જવાબ આપવાની છે.

થિયેટર સેટ માની ગયા

પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યુ કે, કેટલાક લોકો એ-સેટને થિયેટર સેટ માનીને બેસી ગયા. રાહુલ જેવા લોકો પર હસવુ કે રોવુ તેનો ખ્યાલ આવવો પણ મુશ્કેલ છે. પીએમ મોદીએ કહ્યુ કે, જેમને અંતરીક્ષની ખબર નથી પડતી તેઓ ચોકીદારને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે.

કોંગ્રેસે ગરીબ સાથે ગદ્દારી કરી છે

પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, કોંગ્રેસે દેશના ગરીબ સાથે ગદ્દારી કરી છે. આ કોંગ્રેસને દેશના જનતા હટાવીને રહેશે. પીએમ મોદીએ કહ્યુ કે, ચૂંટણીમાં દેશની જનતા કોંગ્રેસને હટાવવાની છે. આજે દેશમાં ગરીબી હટાવો નહી પણ કોંગ્રેસ હટાવો નવો નારો આવ્યો છે. ગરીબીના નામે કોંગ્રેસે હમેસા ગરીબ સાથે અન્યાય કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular