Tuesday, April 30, 2024
Homeસુરતમાં પાટીદાર અથવા સૌરાષ્ટ્રવાસીને જ ટિકિટ આપવાની માંગ કરતા બેનર લાગ્યા
Array

સુરતમાં પાટીદાર અથવા સૌરાષ્ટ્રવાસીને જ ટિકિટ આપવાની માંગ કરતા બેનર લાગ્યા

- Advertisement -

સુરત: સુરત લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજી ઉમેદવાર જાહેર ન કરવામાં આવતા મૂળ સુરતીને જ ટિકિટ આપવાની માંગ સાથેના બેનરો ચોકમાં લાગ્યા હતા. હવે વરાછામાં પાટીદાર સમાજ અથવા સૌરાષ્ટ્રવાસીને જ ટિકિટ આપવાની માંગ કરતા બેનર લગાવવામાં આવ્યા હતા.

ભાજપ દ્વારા અત્યાર સુધીમાં 18 જેટલા ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જો કે, હજુ સુધી સુરત માટેની સીટના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. દરમિયાન બે દિવસ પહેલાં મૂળ સુરતીને જ ટિકિટ આપવાની માંગ સાથેના બેનરો ચોકમાં લાગ્યા હતા. હવે વરાછા, નાના વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગી ચોક, સીમાડા, કતારગામ, એકે રોડ, અમરોલી સહિતના વિસ્તારમાં પાટીદાર સમાજ અથવા સૌરાષ્ટ્રવાસીને જ ટિકિટ આપવાની માંગ કરતા બેનર લગાવવામાં આવ્યા હતા.

 

ભાજપ દ્વારા અત્યાર સુધીમાં 18 જેટલા ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જો કે, હજુ સુધી સુરત માટેની સીટના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં સુરતના લોકોમાં ચૂંટણીને લઈને જોવા મળતી હલચલથી રાજકીય ગરમાવો આવ્યો છે. ઉમેદવારોની જાહેરાત બાદ ચૂંટણીનો માહોલ વધુ ગરમ થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular