Tuesday, April 30, 2024
Homeકોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા આ શું બોલી ગયા અમીત શાહ, જાણો...
Array

કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા આ શું બોલી ગયા અમીત શાહ, જાણો વિગતવાર

- Advertisement -

લોકસભાની ચુંટણીનાં ત્રણ તબક્કા પૂર્ણ થઇ ગયા છે ત્યારે નેતાઓ પોતાના ભાષણબાજીથી અન્ય પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન કરતા રહે છે. આ કડીમાં આગળ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, અમે આ ચુંટણી વિકાસનાં મુદ્દે લડવા માંગી રહ્યા છીએ. પરંતુ વિપક્ષ વ્યક્તિગત આધારે આ ચુંટણીને બીજી તરફ વાળવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, દેશમાં આજે પણ મોદી લહેર છે.

અમીત શાહ પોતાના બેબાક નિવેદન માટે જાણીતા છે. તાજેતરમાં એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલને આપેલા ઇંટરવ્યૂમાં તેમણે દાવો કરતા કહ્યુ કે, દેશમાં આજે પણ નરેન્દ્ર મોદીની લહેર છે. તેમણે એક વિશ્વાસ વ્યક્ત કરતા આ વખતની ચુંટણીમાં વધુ બેઠકો મળવાનો પણ દાવો કર્યો છે. આ સાથે અમીત શાહે કોંગ્રેસ પાર્ટી પર શાબ્દિક હુમલો કરતા કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી માત્ર વોટબેકની જ રાજનીતિ કરી રહી છે. તે વોટ માટે દેશની સુરક્ષાની સાથે રમી રહી છે. તેમણે કોંગ્રેસ નાં ગઢ કહેવાતા અમેઢી વિશે કોંગ્રેસને સવાલ કરતા ત્યા શું સંબંધ છે તે જણાવવા કહ્યુ છે. તેમણે કહ્યુ કે, કોઇનો જન્મ ઈલાહાબાદમાં થયો હોય અને રહેતા હોય દિલ્હીમાં, ત્યારે તેમનો શું સંબંધ છે અમેઢીથી તે જણાવે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચુંટણી હવે તેના મધ્ય ચરણ સુધી પહોચી ગઇ છે. ગઇ કાલે ત્રીજા તબક્કાનું મતદાન કરવામાં આવ્યુ હતુ. જ્યા દિગ્ગજ નેતાઓએ વોટ આપી લોકસભાનાં પર્વને ફરજ સમજી મનાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular