GUJARAT : પાવીજેતપુરના કદવાલ ગામે ઇદે-મિલાદ નિમિત્તે ભવ્ય ઝૂલુસ યોજાયું

0
72
meetarticle

પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામના મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદુન્નબી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

ઈસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયંગબર સાહેના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ સમાજ દ્વારા છેલ્લા ઘણા દિવસથી પોતાના મહોલ્લા ઘરોને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યા હતાં. મુસ્લિમ સમાજના લોકો દ્વારા શુક્વારે
વહેલી સવારથી રંગબેરંગી પોષાક પહેરી કદવાલની ગેબનશાહ બાવાની દરગાહથી સવારે ૯ વાગે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું

અને કદવાલ ગામમાં સમગ્ર ગામમાં ઝુલુસ ફરી મદીના મસ્જિદે લાવવામાં આવ્યું હતું. પછી કેક કાપી હજરત મોહંમદ પયગમ્બર સાહેબના જન્મ દિવસની ઉજવણી કરી હતી

અને કેક પ્રસાદી સ્વરૂપે વહેંચી હતી અને સલાતો સલામ પઢી હતી. કદવાલ પોલીસ સ્ટેશન પી એસ આઇ કે. કે પરમાર તથા જમાદાર નગીનભાઇ તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું..

રિપોર્ટર.. ઈરફાન મકરાણી કદવાલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here