જૈન ધર્મના પવિત્ર પર્વ પર્યુષણની પૂર્ણાહુતિ નિમિત્તે આજરોજ ભાદરવા સુદ 7 ના રોજ શ્રી વિજય દેવસૂરિ જૈન સંઘ દ્વારા દર્ભાવતી નગરી માં ભવ્ય શોભાયાત્રામાં કાઢવામાં આવી હતી. ડભોઇ ખાતે છેલ્લા 10 દિવસ થી ચાલી રહેલા જૈન સમાજ ના મહા પર્વ પર્યુષણ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દર્ભાવતિ તીર્થ માં અતિ પ્રાચીન લોઢણ પાર્શ્વનાથ દાદા ની વિવિધ અંગ રચના કરવામાં આવી હતી.પર્યુષણ પર્વ દરમિયાન દર્ભાવતિ તીર્થ ના તમામ જિનાલય જૈન બંધુઓ દ્વારા શણગારવામાં આવ્યા હતા.જૈન સમાજ ના તપસ્વીઓ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે ઉગ્ર તપસ્યા કરવામાં આવી હતી.જેની પૂર્ણાહુતિ નિમિત્તે વર્ષો ની પરંપરા મુજબ ભાદરવા સુદ 7 ના રોજ ડભોઇ નગર માં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જૈનવાગા માંથી નીકળેલ વિશાળ શોભાયાત્રામાં વિજય દેવ સુરી જૈન સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ઘડિયાળી તે સાથે ઉપપ્રમુખ પીન્કેશ ભાઈ ઘડિયાળી તથા રાજુભાઈ શાહ અને વિશાલભાઈ શાહ સહિત હોદ્દેદારો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા ડભોઇ નગર ના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી.શોભાયાત્રા માં ઘોડા ગાડી,ઢોલી ,શહેનાઈ,બેન્ડ વાજા, સાથે ભવ્ય શોભયાત્રા એ ડભોઈ નગર ના માર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું.આ શોભાયાત્રા નિમિતે ડભોઈ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ડભોઇ વિશાલ શાહ સોનલબેન સોલંકી ટાવર ચોક ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રા નું સ્વાગત કરી જૈન સમાજ ના આગેવાનો ને પર્યુષણ પર્વ ની શુભેચ્છા આપી હતી. આ સાથે જ આ શોભાયાત્રા માં જૈન સમાજ ના મહારાજ,તપસ્વીઓ, તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યા માં જોડાયા હતા.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


